જામનગર શહેરના વોર્ડ નંબર 6 ડિફેન્સ કોલોનીમાં ઘણાં સમયથી ખરાબ રસ્તા અને રબડીરાજના કારણે લોકો ત્રાહિમામ થઈ ગયા હતા. મહાનગરપાલિકાની બેદરકારી સંદર્ભે આજે જામનગર શહેર કોંગ્રેસ દ્વારા ગારામાં આળોટીને વિરોધ પ્રદર્શન કરી મહાનગરપાલિકાના હોદદારોને જગાડવા માટે પ્રદર્શન કર્યું હતું. સાંજે જામનગર મહાનગરપાલિકા દ્વારા આ રોડની મરામત કામગીરી હાથ ધરવામાં આવી હતી.
View this post on Instagram


