જામનગર શહેરમાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી પૂર્વે રાજકીય માહોલ ગરમાયો છે. જામનગર શહેરના કોંગ્રેસનું ગઢ ગણાતા વોર્ડ નં.12માં પટણી સમાજ દ્વારા કોંગ્રેસ વિરોધી બેનર લગાવાતા રાજકારણમાં હલચલ મચી છે. શહેરના વોર્ડ નં.12માં પટણી સમાજના આગેવાનોના ફોટા સાથે કોંગ્રેસના બહિષ્કાર બેનરો જોવા મળ્યા છે. જે હાલમાં રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી પહેલા આવી ઘટના કોંગ્રેસ માટે ચિંતાજનક બની શકે છે.


