ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીની સૂચના મુજબ હાલમાં રાહુલ ગાંધીજીનુ લોકસભાનુ સભ્ય પદ રદ કરવા બાબતે વિરોધ વ્યક્ત કરવા દેવભૂમિ દ્વારકા જીલ્લા કોંગ્રેસ સમિતી દ્વારા ધરણા યોજવામાં આવ્યા હતા. સત્યથી ડરેલી ભાજપ સરકાર શાંતિ પૂર્ણ ધરણા પણ કરવા નથી દેતી ધરણા શરૂ થતા પોલીસ દ્વારા કાર્યકર્તાઓની બળજબરીથી અટકાયત કરવામાં આવેલ આ કાર્યક્રમમાં યાસીનભાઈ ગજ્જન, સારાબેન મકવાણા, જીવાભાઈ કનારા, નાગાજણભાઇ ગઢવી, ભરતભાઈ વાઘેલા, અરજનભાઈ કણઝારીયા, હિતેષભાઇ જોશી, સંજયભાઈ આંબલીયા, કાંતિભાઈ નકુમ, હિતેષભાઇ નકુમ, વાહીદભાઈ ગીરાચ, પરબતભાઈ લગારીયા, કવિતાબેન ત્રિવેદી, રવિન્દ્રસિંહ જાડેજા અને કોંગ્રેસ પક્ષના આગેવાનો અને કાર્યકરોએ હાજરી આપી હતી.