Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયકોંગ્રેસ અધ્યક્ષ પદે અશોક ગેહલોત લગભગ નિશ્ચિત

કોંગ્રેસ અધ્યક્ષ પદે અશોક ગેહલોત લગભગ નિશ્ચિત

- Advertisement -

કોંગ્રેસના નવા અધ્યક્ષ કોણ હશે તેને લઇને પાર્ટીમાં મંથન ચાલી રહ્યું છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ફરી અધ્યક્ષ પદ સંભાળવા માંગતા નથી. જોકે મોટાભાગના નેતા રાહુલ ગાંધીને અધ્યક્ષ બનાવવાના પક્ષમાં છે. સોનિયા ગાંધી સામે આ નેતાઓએ તર્ક આપ્યો કે ગાંધી પરિવાર સિવાય કોઇ પાર્ટીને એકજુટ રાખી શકશે નહીં. આ દરમિયાન સોનિયા ગાંધી રુટીન ચેકઅપ માટે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે વિદેશ જઈ રહ્યા છે. જેથી અધ્યક્ષ પદનો મામલો લટકી ગયો છે. બીજી તરફ મીડિયા રિપોર્ટ એવા પણ છે કે દશકો પછી કોંગ્રેસમાં ગાંધી પરિવાર સિવાય અન્ય કોઇ વ્યક્તિ અધ્યક્ષ બની શકે છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ રાજસ્થાનના સીએમ અને વરિષ્ઠ નેતા અશોક ગેહલોતને અધ્યક્ષ બનવાની ઓફર કરી છે. એક મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સોનિયા ગાંધીએ મંગળવારે રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત સાથે પોતાના નિવાસસ્થાન પર મુલાકાત કરી હતી.

- Advertisement -

જેમાં તેમણે ગેહલોતને પાર્ટીની કમાન સંભાળવાનો આગ્રહ કર્યો હતો. સોનિયા ગાંધીએ ગેહલોતને એ પણ કહ્યું કે તે ખરાબ સ્વાસ્થ્યના કારણે પાર્ટીની જવાબદારી સંભાળી શકે નહીં. જોકે ગેહલોતે ફરી દોહરાવ્યું છે કે રાહુલ ગાંધી અધ્યક્ષ પદ માટે સર્વસમ્મત પસંદ છે. સોનિયા ગાંધી સાથે મુલાકાત પછી અમદાવાદ જતા સમયે દિલ્હી એરપોર્ટ પર ગેહલોતે કહ્યું કે તે દરેક વખત કહી રહ્યા છે કે રાહુલ ગાંધીજીના અધ્યક્ષ બનવા પર પાર્ટીનું પુનગર્ઠન થઇ શકશે. તેમના અધ્યક્ષ ન બનવાથી નેતા અને કાર્યકર્તા નિરાશ થઇ જશે. ગત લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના પરાજય પછી રાહુલ ગાંધીએ નૈતિક જવાબદારી લેતા અધ્યક્ષ પદથી રાજીનામું આપી દીધું હતું. આ પછી સોનિયા ગાંધી પાર્ટીના વચગાળાના અધ્યક્ષની જવાબદારી નિભાવી રહ્યા છે. હવે મોટાભાગના નેતા ઇચ્છા છે કે 2024ની લોકસભા ચૂંટણી જોતા રાહુલ ગાંધીએ અધ્યક્ષ પદ સંભાળવું જોઈએ. જો કે રાહુલ ગાંધી અધ્યક્ષ પદ સંભાળવા તૈયાર નથી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular