Saturday, January 17, 2026
Homeવિડિઓકોંગ્રેસ પ્રેરિત ખેડૂત આક્રોશ યાત્રા આજરોજ ભાણવડ પહોંચી - VIDEO

કોંગ્રેસ પ્રેરિત ખેડૂત આક્રોશ યાત્રા આજરોજ ભાણવડ પહોંચી – VIDEO

ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કરવાની માંગ સાથે સોમનાથથી શરૂ થયેલ યાત્રા સૌરાષ્ટ્રમાં થઈને દ્વારકા તરફ રવાના

આ યાત્રા તા.6/11/25 એ સોમનાથ મંદિરના દર્શન કરી અને સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં ફરી આજેસાંજે 5:00 વાગે જામજોધપુરથી વાયા ત્રણ પાટીયા ભાણવડ પહોંચી હતી.

- Advertisement -

યાત્રામાં ટ્રેક્ટરો, બાઈકો, અને ફોરવીલ ગાડીઓ જોડાણી હતી. આ યાત્રાનો મુખ્ય ઉદેશ્ય ખેડૂતોના દેવા માફ કરવા અને તમામ પાક માટે લઘુતમ ટેકાના ભાવ (msp) કાયદેસર ગેરંટી આપવાની માંગ સાથે સરકાર સામે અવાજ ઉઠાવવાનો છે.

- Advertisement -

ભાણવડ પહોંચેલી યાત્રામાં સામેલ આગેવાનો દ્વારા વેરાડ નાકા બહાર દેવાતબાપા બોદર ની પ્રતિમા ને હારતોરા કરેલ હતા. ઉપરોક્ત યાત્રામાં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિતભાઈ ચાવડા, મુકુલ વાસમિકજી, જીગ્નેશ મેવાણી, તુષાર ચૌધરી, ઇન્દ્રવિજયસિંહ ગોહિલ, વિક્રમભાઈ માડમ, પાલભાઈ આંબલીયા, ભીખુભાઈ વારોતરીયા, જીવણભાઈ કુંભારવાડીયા, બીપેન્દ્રસિંહ જાડેજા, મનોજભાઈ કથીરિયા, મેરગભાઈ ચાવડા, મુકેશભાઈ વાવણોટિયા,સ્થાનિક આગેવાનો અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular