Friday, October 18, 2024
Homeરાષ્ટ્રીયકોંગ્રેસનો ઢંઢેરો, 25 ગેરેન્ટીનો વાયદો

કોંગ્રેસનો ઢંઢેરો, 25 ગેરેન્ટીનો વાયદો

- Advertisement -

લોકસભા ચૂંટણી 2024 માટે કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરો જાહેર કરી દીધો છે. આ સમયે મલ્લિકાઅર્જુન ખડગે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી જેવા દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા. તેમણે પાર્ટીના મેનિફેસ્ટો (ચૂંટણી ઢંઢેરા)ને ‘ન્યાય પત્ર’ નામ આપ્યું હતું. કોંગ્રેસના ‘ન્યાય પત્ર’માં ત્રણ શબ્દો વર્ક, વેલ્થ અને વેલ્ફેરનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. પૂર્વ નાણામંત્રી પી.ચિદમ્બરમે તેના વિશે વિગતવાર માહિતી આપી હતી. તેમણે કહ્યું કે આ ત્રણ મુદ્દાઓ પર અમે ખાસ ધ્યાન આપવાના છીએ. તેમણે કહ્યું કે આજે દેશમાં રોજગારી, નોકરી સૌથી મોટા મુદ્દા છે.

- Advertisement -

કોંગ્રેસે ‘ભાગીદારી ન્યાય’ હેઠળ જાતિ ગણતરી હાથ ધરવા અને અનામતની 50 ટકા મર્યાદાને નાબૂદ કરવાની ‘ગેરંટી’ આપી છે. ‘કિસાન ન્યાય’ હેઠળ, લઘુત્તમ ટેકાના ભાવ (MSP), લોન માફી કમિશનની રચના અને GST-મુક્ત ખેતીને કાનૂની દરજ્જો આપવાનું વચન આપ્યું છે. ‘શ્રમ ન્યાય’ હેઠળ શ્રમિકોને આરોગ્યનો અધિકાર આપવાનું, લઘુત્તમ વેતન રૂ. 400 પ્રતિદિન સુનિશ્ચિત કરવાનું અને શહેરી રોજગારની ખાતરી આપવાનું વચન આપ્યું છે. તેમજ ‘નારી ન્યાય’ હેઠળ ‘મહાલક્ષ્મી’ ગેરંટી હેઠળ ગરીબ પરિવારની મહિલાઓને પ્રતિ વર્ષ એક લાખ રૂપિયા આપવા સહિતના અનેક વચનો આપવામાં આવ્યા છે.

કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરા પર પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે કહે છે કે અમારા ચૂંટણી ઢંઢેરાને દેશના રાજકીય ઈતિહાસમાં ‘ન્યાયના દસ્તાવેજ’ તરીકે યાદ કરવામાં આવશે. રાહુલ ગાંધીના નેતૃત્વમાં ચાલતી ‘ભારત જોડો ન્યાય યાત્રા’ આના પર કેન્દ્રિત હતી. યાત્રા દરમિયાન, પાંચ સ્તંભો – યુવા ન્યાય, ખેડૂત ન્યાય, મહિલા ન્યાય, શ્રમ ન્યાય અને ભાગીદારીના ન્યાયની જાહેરાત કરવામાં આવી હતી. આ પાંચ સ્તંભોમાંથી 25 ગેરંટી બહાર આવે છે અને દરેક 25 ગેરંટીમાંથી કોઈને કોઈ ફાયદો થાય છે.

- Advertisement -

કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં વરિષ્ઠ નાગરિકો, વિધવાઓ અને વિકલાંગોના પેન્શનમાં વધારો કરવાનું વચન આપવામાં આવ્યું છે. રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ હેઠળ, વરિષ્ઠ નાગરિકો, વિધવાઓ અને અપંગ લોકો માટે પેન્શનમાં કેન્દ્ર સરકારનું યોગદાન દર મહિને રૂ. 200 થી રૂ. 500 સુધીની છે. કોંગ્રેસનું કહેવું છે કે આ રકમ વધારીને 1000 રૂપિયા પ્રતિ મહિના કરવામાં આવશે. આ ઉપરાંત સ્વાસ્થ્ય સંભાળ માટે 25 લાખ રૂપિયા સુધીના કેશલેસ વીમાનું રાજસ્થાન મોડલ અપનાવવામાં આવશે. કોંગ્રેસ વચન આપે છે કે પક્ષ તેમની ફરજો નિભાવતી વખતે ડોકટરો અને અન્ય આરોગ્ય વ્યાવસાયિકો સામે હિંસાના કૃત્યોને ગુનાહિત બનાવવા માટે કાયદો પસાર કરશે.

1. લદ્દાખમાં યથાસ્થિતિ બનાવી રાખવા પ્રયાસ કરાશે

- Advertisement -

2. મહિલાઓને સરકારી નોકરીમાં 50 ટકા અનામત આપવા બંધારણમાં સંશોધન

3. સરકારી નોકરીઓમાં કૉન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓને કાયમી કરાશે

4. ખાનગી શિક્ષણ સંસ્થાઓમાં એસસી, એસટી અને ઓબીસી વર્ગને અનામત અપાશે

5. વિદ્યાર્થીઓને જાતિના આધારે કોઈ પણ ઉત્પીડનનો સામનો ન કરવો પડે તે માટે રોહિત વેમૂલા અધિનિયમ બનાવાશે

6. વરિષ્ઠ નાગરિકો, ગંગાસ્વરૂપ બહેનો તથા દિવ્યાંગ પેંશન વધારીને 1000 રૂપિયા કરાશે

7. સ્વાસ્થ્યની સારસંભાળ માટે 25 લાખ રૂપિયા સુધીનો કેશલેસ ઇન્સ્યોરન્સ

8. ગરીબ પરિવાર માટે મહાલક્ષ્મી યોજના શરૂ કરાશે, કોઈ પણ શરત વિના 1 લાખ રૂપિયા અપાશે

9. રાષ્ટ્રવ્યાપી સામાજિક-આર્થિક જાતિ આધારિત વસ્તી ગણતરી કરવામાં આવશે

10. એસસી, એસટી અને ઓબીસી વર્ગ માટે અનામતની સીમા 50 ટકાથી વધારવામાં આવશે

11. એક વર્ષની અંદર એસસી, એસટી તથા ઓબીસી માટે આરક્ષિત પદો પર ભરતી કરવામાં આવશે

12. યુવાનોને 30 લાખ સરકારી નોકરી અપાશે

13. પેપરલીક રોકવા માટે કાયદો અને નીતિ બનાવાશે

14. આંગણવાડી વર્કર્સ, આશા કાર્યકર્તાઓ તથા મિડ ડે મિલ વર્કર્સની સેલેરી વધારવામાં આવશે

15. કામ કરતી મહિલાઓ માટે બે ગણા હૉસ્ટેલ બનાવાશે

16. ખેડૂતો માટે આવશ્યક વસ્તુઓ પરથી જીએસટી હટાવવામાં આવશે, સ્વામીનાથન ફૉર્મ્યુલાના આધારે એમએસપી અપાશે

17. પાક નુકસાની થવા પર 30 દિવસની અંદર ખેડૂતોના ખાતામાં ટ્રાંસફર કરવામાં આવશે વળતર

18. શ્રમિકોનું દૈનિક વેતન વધારીને 400 રૂપિયા કરાશે. મનરેગામાં પણ આ જ નિયમ લાગુ કરાશે

19. અસંગઠિત ક્ષેત્રોમાં કામ કરતા શ્રમિકોને લાઈફ તથા એક્સિડેન્ટલ ઈન્શ્યૉરન્સ અપાશે

20. એસસી, એસટીની વસ્તી પ્રમાણે તેમના માટે બજેટ આપવામાં આવશે

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular