Thursday, September 19, 2024
Homeરાષ્ટ્રીયટ્રેનોમાં હવે વેઈટીંગ વચ્ચે પણ કન્ફર્મ ટિકીટ મળી શકશે

ટ્રેનોમાં હવે વેઈટીંગ વચ્ચે પણ કન્ફર્મ ટિકીટ મળી શકશે

રીઝર્વેશન ચાર્ટ ઓનલાઈન કરવા સહિત અનેક નવી સુવિધા

- Advertisement -

રેલવે પ્રવાસીઓ હવે ટ્રેનોના લાંબા વેઈટીંગ લીસ્ટ વચ્ચે પણ ક્ધફર્મ ટિકીટ મેળવી શકશે. રેલવે દ્વારા ટ્રેનોના રીઝર્વેશન ચાર્ટને ઓનલાઈન કરી દેવામાં આવ્યો છે. રેલવેની વેબસાઈટ પર ચાર્ટ બન્યા બાદ ખાલી બર્થની માહિતી ઉપલબ્ધ થશે અને લોકો તેના આધારે ઓનલાઈન બુકીંગ કરાવી શકશે.

- Advertisement -

આ સિવાય રેલવે દ્વારા વેબસાઈટમાં કેટલીક અન્ય સુવિધાઓ પણ શરૂ કરવામાં આવી છે. રેલવેની વેબસાઈટ ઈન્ડીયન રેલવે પેસેન્જર રીઝર્વેશન ઈન્કવાયરી પર ચાર્ટ (રીઝર્વેશન) નામે વધુ એક વિકલ્પ જોવા મળશે જેમાં રીઝર્વેશન ચાર્ટની સંપૂર્ણ માહિતી ઉપલબ્ધ હશે. ટ્રેનનો નંબર, માહિતી, બોડીંગ સ્ટેશન, પ્રથમ ચાર્ટ બન્યા બાદ ખાલી બર્થ સહિતની વિગતો હશે અને તે ઓનલાઈન જોવા મળી શકશે.

રેલવેના સિનિયર અધિકારીએ કહ્યું કે, ટ્રેન ઉપડવાના સમયના ચાર કલાક પુર્વે પ્રથમ અને 30 મીનીટ પુર્વે બીજો ચાર્ટ તૈયાર થાય છે. પ્રવાસીઓ મોટાભાગે અંતિમ કલાકો-મીનીટોમાં જ ટિકીટ કેન્સલ કરાવતા હોય છે. અગાઉ આ ખાલી બર્થ ટીટીઈની સતામાં હતી એટલે પ્રવાસીઓને યોગ્ય માહિતી મળતી ન હતી.

- Advertisement -

હવે ચાર્ટ જ ઓનલાઈન થતા પ્રવાસી લેપટોપ કે મોબાઈલથી જ ખાલી સીટની માહિતી મેળવી શકશે. એટલું જ નહી અધવચ્ચેથી બર્થ ખાલી થવાની છે કે કેમ તેની પણ માહિતી હશે. ટીટીઈના આશરે નહીં રહેવુ પડશે. સફર દરમ્યાન ટીટીઈ પણ ખાલી બર્થનું ઓનલાઈન બુકીંગ કરી શકશે.

રીઝર્વેશન ચાર્ટ બન્યા બાદ ટિકીટનું બુકીંગ કરંટ કાઉન્ટર પર થતુ હતું હવે ઓનલાઈન થઈ શકશે એટલે પારદર્શકતા આવશે. દેશમાં દરરોજ 12500 ટ્રેન દોડે છે અને સરેરાશ 13 લાખ બર્થનું બુકીંગ થાય છે. રેલવેની આ નવી સુવિધામાં ટ્રેનના એન્જીનથી માંડીને કોચનો મેપ પણ છે. એસી-1, એસી-2, એસી-3, સ્લીપર તથા જનરલ સહિત તમામ કોચ દર્શાવાયા છે. સ્ટેશન પર કોચનું સ્થળ પણ જોવા મળી શકશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular