Saturday, October 19, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં ગવર્મેન્ટ ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલ ખાતે કોન્ફરન્સ - VIDEO

જામનગરમાં ગવર્મેન્ટ ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલ ખાતે કોન્ફરન્સ – VIDEO

પ્રજ્ઞાન 2024માં 110 વિદ્યાર્થીઓ ઉપસ્થિત

- Advertisement -

- Advertisement -

ગુજરાત રાજ્ય ઈન્ડીયન પ્રોસપોડોન્ટીક સોસાયટી દ્વારા જામનગરમાં ગર્વમેન્ટ ડેન્ટલ અને હોસ્પિટલ ખાતે પ્રજ્ઞાન 2024 કોન્ફરન્સ યોજાઈ હતી. 110 વિદ્યાર્થીઓ એ ભાગ લીધો હતો.
ગર્વમેન્ટ ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલ ખાતે અનુસ્નાતક અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે રાજ્ય કક્ષાનું અધિવેશન યોજાયું હતું. જેમાં સમગ્ર ગુજરાતના અનુસ્નાતક વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે. આ કાર્યક્રમમાં પ્રથમ વર્ષમાં એડમિશન લીધેલા વિદ્યાર્થીઓને માહિતી પુરી પાડવામાં આવી હતી. તેમજ આવનારા તમામ કોર્ષ અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કરાયા હતાં. તેમજ ડેન્ટલ કોલેજમાં એડમિશન લીધેલા વિદ્યાર્થીઓને ભણતરથી લઇને હોસ્ટેલ લાઈફ વિશેની તમામ સુવિધા અને માહિતી આપવામાં આવી હતી. આ રાજ્ય કક્ષાના અધિવેશનમાં તજજ્ઞો દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યું હતું તેમ ગર્વમેન્ટ કોલેજ જામનગરના હેડ પ્રોફેસર ડો. સંજય એ જણાવ્યું હતું.
આ ઉપરાંત ગર્વમેન્ટ ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલના ડીન ડો. નયના પટેલે લોકોને ડેન્ટલ હોસ્પિટલની અદ્યતન સુવિધાઓનો લાભ લેવા માટે અપીલ કરી હતી. આ કાર્યક્રમમાં ચીફ ગેસ્ટ તરીકે કોલેજના ડીન અને એડીશનલ ડાયરેકટર ડો. રૂપલ શાહ હતાં. તેમજ આ કાર્યક્રમને સફળ બનાવવા ડો. સંજય લગદીવ, ડો. ધારા રાણા, ડો. રંગેસીંગ,ડો.ધારા બજાનીયા, ડો. મીલાપ કારીયા, ડો. સંજય ઉમરાનીયા, ડો. હિના રેના, ડો. હિના રાજયગુરૂ, ડો. હાર્દિક શેઠ, ડો. વિણા રામાણી, ડો. ધવલ પટેલ અને ટીમે જહેમત ઉઠાવી હતી.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular