Saturday, December 21, 2024
Homeવિડિઓકલ્યાણપુર પંથકના મુશળધાર વરસાદથી રાવલ વિસ્તારમાં ચિંતાનો માહોલ

કલ્યાણપુર પંથકના મુશળધાર વરસાદથી રાવલ વિસ્તારમાં ચિંતાનો માહોલ

નીચાણવાળા વિસ્તારના પાણી ભરાતા જિલ્લા તંત્ર દોડ્યું

- Advertisement -
કલ્યાણપુર તાલુકામાં આ સપ્તાહમાં મુશળધાર વરસાદ વરસ્યો છે. ખાસ કરીને બે દિવસ પૂર્વે એક સાથે એક જ દિવસમાં સાત ઈંચ સુધીના વરસાદથી નીંચાણવાળા ગામ રાવલ ખાતે વિવિધ પ્રકારે સમસ્યા ઊભી થઈ છે.
જામરાવલ ગામ તથા આસપાસના વિસ્તારમાં વરસાદના કારણે ઉપરવાસથી આવતા વરસાદી પાણી તથા હાલ સાની ડેમના પાટીયા નવા ન બન્યા હોવાથી આ સ્થળેથી રાવલમાં પાણી ભરાવાનો પ્રશ્ન ઉપસ્થિત થયો છે. જેના અનુસંધાને ગઈકાલે બુધવારે સાંજે અહીંના જિલ્લા કલેકટર એમ.એ. પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી ડી.જે. જાડેજા તથા ટીડીઓ, પાલિકા પ્રમુખ વિગેરે આ સ્થળે દોડી ગયા હતા.
રાવલ વિસ્તારમાં અગાઉ અનેક વખત મુશળધાર વરસાદના કારણે ભારે મુશ્કેલી સર્જાઈ હોય આગામી સમયમાં સ્થળ સમીક્ષા કરી અને પાણીના યોગ્ય નિકાલ થાય તે બાબતે તકેદારી રાખવા તંત્રને સૂચનાઓ આપવામાં આવી હતી. આ ઉપરાંત વૃદ્ધો, અશક્તો અને સગર્ભા મહિલાઓની યાદી બનાવી જરૂર પડ્યે તેમને તુરંત જ સલામત સ્થળે ખસેડવા જિલ્લા કલેક્ટર દ્વારા સૂચના આપવામાં આવી હતી.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular