જીવનમાં આવેલી આફત રૂપી દશા ને પલ્ટી મનોઈચ્છીત ફળ આપનાર દશા માઁ ના વ્રતની પૂર્ણાહુતિ થઈ હતી. જામનગરમાં મહિલાઓ દ્વારા 10 દિવસ સુધી દશા માઁ નું વ્રત કરી ત્યારબાદ રાત્રિ જાગરણ કરી સવારના સમયે મૂર્તિ પધરાવી વ્રતની પૂર્ણાહુતિ કરી હતી. જામ્યુકો દ્વારા મૂર્તિ પધરાવવા માટે ટ્રેકટર સહિતની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી હતી.