Tuesday, December 24, 2024
Homeરાજ્યહાલારટેભડામાં પરિણીતાએ સાસરિયાઓના ત્રાસથી આત્મહત્યા કર્યાની ફરિયાદ

ટેભડામાં પરિણીતાએ સાસરિયાઓના ત્રાસથી આત્મહત્યા કર્યાની ફરિયાદ

પતિ, સાસુ-સસરા અને નણંદ દ્વારા કરિયાવર બાબતે અવાર-નવાર શારીરિક-માનસિક ત્રાસ : સાસરિયાઓના ત્રાસથી પરિણીતાએ જિંદગી ટૂંકાવી : મૃતકના પિતાની ફરિયાદના આધારે પોલીસ દ્વારા તપાસ

- Advertisement -

લાલપુર તાલુકાના ટેભડા ગામમાં રહેતી યુવતીએ તેણીના સાસરિયાઓના ત્રાસથી કંટાળીને ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં મૃતકના પિતાની ફરિયાદના આધારે પોલીસે પતિ સહિતના ચાર શખ્સો વિરૂધ્ધ મરી જવા મજબુર કર્યાનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ, લાલપુર તાલુકાના ટેભડા ગામમાં રહેતી પુજાબેન પ્રવિણભાઈ રાઠોડ (ઉ.વ.21) નામની પરિણીતાએ તેણીના સાસરે આશરે 10 દિવસ અગાઉ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આત્મહત્યાના બનાવ બાદ લાલપુર તાલુકાના સણોસરા ગામમાં રહેતાં અને ખેતમજૂરી કરતા ચનાભાઈ ગોવિંદભાઈ વાઘેલાએ તેની પુત્રી પુજાબેને પતિ પ્રવિણ દેવા રાઠોડ, સસરા દેવા વેજા રાઠોડ, સાસુ દેવા વેજા રાઠોડ અને નણંદ પાયલબેન દેવા રાઠોડ નામના ચાર શખ્સો દ્વારા લગ્ન બાદ અવાર-નવાર તારા બાપના ઘરેથી કરીયાવાર લઇ આવેલ નથી તેમ કહી શારીરિક-માનસિક ત્રાસ આપી મેણાટોણા મારતા હતાં. સાસરીયાઓના ત્રાસથી મરી જવા મજબુર કરતા યુવતીએ ગળેફાંસો ખાઈ જિંદગી ટુંકાવી હતી. મૃતકના પિતા ચનાભાઈએ જમાઇ, પ્રવિણ દેવા રાઠોડ સહિતના ચાર શખ્સો સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પીએસઆઇ એમ.એન. જાડેજા તથા સ્ટાફે ચાર શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી ધરપકડડ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular