Wednesday, December 25, 2024
Homeરાજ્યજામનગર10 લાખના ચેક રિટર્ન અંગે ફરિયાદ

10 લાખના ચેક રિટર્ન અંગે ફરિયાદ

- Advertisement -

જામનગર ખાતે વસવાટ કરતાં પૃથ્વીરાજસિંહ જયેન્દ્રસિંહ જાડેજા અને મેહુલ ચંદ્રકાંતભાઇ શેઠ વચ્ચે મિત્રતાનો સંબંધ હોય, આરોપી મેહુલભાઇ શેઠ ધંધો કરવા માંગતા હોય જેથી તેમને ધંધામાં મૂડીની જરુરીયાત હોય જેથી ફરિયાદી પાસેથી ધંધા માટે રૂા. 10 લાખની માંગણી કરતાં ફરિયાદીએ મિત્રતા અને આરોપીના પિતા તથા આરોપીનો સંબંધ ધ્યાને લઇ અને ધંધો કરવા માટે આરોપીને 10 લાખની રકમ હાથઉછીના આપી હતી.

ત્યારબાદ લાંબો સમય થતાં આરોપીએ ફરિયાદીની કાયદેસરની લેણી રકમ પરત ચૂકવણી કરતાં ન હોય અને ફરિયાદીને આરોપીએ પોતાના ખાતાનો ફરિયાદીની લેણી રકમનો રૂા. 10 લાખનો ચેક આપ્યો હતો. જે ચેક ફરિયાદીએ તેમના ખાતામાં મુદ્ત તારીખે જમા કરાવતા ચેક, પેમેન્ટ સ્ટોપના શેરાથી પરત કર્યો હતો. ચેક પરત ફરતાં આરોપીને ફરિયાદીએ લીગલ નોટીસ આપી હતી. જે લીગલ નોટીસનો આરોપીએ ઉડાઉ જવાબ આપેલ પરંતુ ફરિયાદીની કાયદેસરની લેણી રકમ ચૂકવેલ નહીં, જેથી ફરિયાદીએ અદાલત સમક્ષ તેમના સાથે થયેલ વિશ્ર્વાસઘાત અને છેતરપીંડી સબબ અને ફરિયાદીને ચેક આપી અને તે ચેકનું પેમેન્ટ સ્ટોપ કરાવેલ હોય જેથી અદાલતમાં ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ તળે ફરિયાદ દાખલ કરી હતી. આ કેસમાં ફરિયાદી તરફે વકીલ રાજેશ ડી. ગોસાઇ, વિશાલ વાય. જાની, હરદેવસિંહ આર. ગોહિલ તથા રજનીકાંત આર. નાખવા રોકાયેલા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular