Monday, December 23, 2024
Homeરાજ્યહાલારભાણવડમાં એજન્સીના હલકી ગુણવતાવાળા કામ સંદર્ભે આવેદન પત્ર

ભાણવડમાં એજન્સીના હલકી ગુણવતાવાળા કામ સંદર્ભે આવેદન પત્ર

મામલતદારને રજૂઆત : ઉકેલ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન

- Advertisement -

ભાણવડના ખારાવાડમાં સતવારા સમાજ પાસે ખાનગી એજન્સી દ્વારા રોડની બન્ને સાઈડ ખોદકામ કરી પાઇપ કેબલ નાખીને જેમ તેમ બુરાણ કરી જતા રહેતા આ વિસ્તારમાં રહેતાં લોકો અને દુકાનદારો તથા રાહદારીઓને પડતી તકલીફોના મામલે મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, ભાણવડ નગરપાલિકા વોર્ડ નં.2 ના ખારાવાડ વિસ્તારમાં ખાનગી એજન્સી દ્વારા પાઈપ કેબલ નાખવા માટે એક માસ અગાઉ અગાઉ ખોદકામ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ કેબલ નખાય પછી કાચુ બુરાણ કરી એજન્સી જતી રહી હતી. કાચા બુરાણને કારણે આ વિસ્તારના લોકોને ભારે હાલાકી ભોગવવી પડતી હતી તેમજ સતવારા સમાજ વાડીના પ્રવેશ દ્વાર સામે બંને સાઈડમાં ખોદકામ પછી કાચુ બુરાણ કરેલું હોવાથી આ રસ્તે પસાર થતા વાહનચાલકોને રોડ પરના કાકરા અને પથ્થરના કારણે વાહન ચલાવવું જોખમી બની ગયું હતું. તેમજ કાકરા ઉડતા અનેક લોકોને ઈજા પણ થઈ હતી.

એજન્સી દ્વારા કરાયેલા નબળા કામ સંદર્ભે વિસ્તારના અમીતભાઈ રાઠોડ, હેમંતભાઈ પરમાર, કિશનભાઈ કટેશિયા, વિરેન નકુમ સહિતના રહેવાસીઓ દ્વારા ભાણવડ મામલતદારને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક કામ કરાવવા રજૂઆત કરી હતી. અને જો સત્વરે સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન કરવાની ચિમકી આપી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular