Tuesday, April 7, 2026
Homeરાજ્યહાલારઆર્મીનો ડ્રેસધારી બોગસ આઇકાર્ડ બનાવનાર સામે ફરિયાદ

આર્મીનો ડ્રેસધારી બોગસ આઇકાર્ડ બનાવનાર સામે ફરિયાદ

રાજસ્થાની શખ્સ સામે ઠગાઇનો નોંધાયો ગુનો

દ્વારકામાં આવેલી એક હોટલ પાસેથી પોલીસે એક રાજસ્થાની શખ્સને આર્મીનો જવાન હોવાનું ખોટું નામ ધારણ કરી, ખોટા ડોક્યુમેન્ટ સાથે ઝડપી લીધો હતો.

- Advertisement -

આ સમગ્ર બનાવની સૂત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ રાજસ્થાન રાજ્યના શિરોહી જિલ્લાના માંડવાડા (ખાલસા) ગામે રહેતા કમલેશકુમાર પ્રબારામ રેબારી (ઉ.વ.19) નામના શખ્સને પોલીસે ઠગાઈ કરવાના ઈરાદાથી આર્મીનો ડ્રેસ પહેરી, આર્મી જવાન હોવાનું ખોટું નામ આપી તેમજ ખોટા નામનું ડોંગરા રેજીમેન્ટ આર્મીનું આઈકાર્ડ બનાવી ઠગાઈ કરતા ઝડપી લીધો હતો. આ બનાવ અંગે દ્વારકાના હેડ કોન્સ્ટેબલ ભરતસિંહ માણેકની ફરિયાદ પરથી દ્વારકા પોલીસે આરોપી કમલેશકુમાર રેબારી સામે બી.એન.એસ.ની કલમ 204, 168, 336 (3) મુજબ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. આર.એલ. ચોપડા દ્વારા હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular