ખંભાળિયા તાલુકાના નાના આંબલા ગામે રહેતા હાજીભાઈ દાઉદભાઈ ગજણ નામના 45 વર્ષના સંધિ મુસ્લિમ યુવાનના નાનાભાઈ સાથે ઇલેક્ટ્રીક ટ્રાન્સફોર્મર બળી જવા બાબતે આ જ વિસ્તારમાં રહેતા મામદ અલીભાઈ ગજણ અને અકબર અલીભાઈ ગજણ નામના બે શખ્સો સાથે બોલાચાલી થયા બાદ ફરિયાદી હાજીભાઈ આ બંનેને સમજાવવા જતાં તેઓ ઉશ્કેરાઈને બિભત્સ ગાળો કાઢી, ઢીકા-પાટુનો માર મારી લોખંડનો પાઇપ ફટકારી દેતા તેમને ઇજાઓ થવા પામી હતી.
આરોપી શખ્સો દ્વારા જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવતા આ સમગ્ર બનાવ અંગે વાડીનાર મરીન પોલીસે આઈ.પી.સી. કલમ 323, 324, 504, 506 (2), 114 તથા જી.પી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.