લાલપુર તાલુકાના નાદુરી ગામમાં રહેતાં નિવૃત વૃધ્ધની ખેતીની જમીન ઉપર 10 વર્ષથી ગેરકાયદેસર કબ્જો જમાવી વૃધ્ધ ખેડૂત અને તેના પુત્રને પતાવી દેવા ધમકી આપ્યાનાં લેન્ડગ્રેબિંગ હેઠળ બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી પોલીસએ તપાસ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ દેવભુમી દ્વારા જિલ્લાના ખંભાળિયા તાલુકાના જે.પી.દેવરિયા ગામમાં રહેતા નિવૃત કેશુરભાઇ કરશનભાઇ ગોજીયા નામના વૃધ્ધની લાલપુર તાલુકાના નાંદુરી ગામમાં આવેલી ખાતા નંબર-370 તથા સર્વે નં.332 અને જુના સર્વે નં.413 પૈકી બે હેકટર 1-38-63 વાળી જમીન 2011 જુનથી નાંદુરીમાં રહેતાં પ્રકાશ કાના કરંગીયા અને પરિક્ષીત કાના કરંગીયા નામના બે શખ્સોએ ગેરકાયદેસ કબ્જો જમાવી મકાન બનાવવીને જમીન પચાવી પાડી હતી. દરમ્યાન વૃધ્ધ ખેડૂત અવાર-નવાર તેની જમીન ખેડવા માટે જતા હતાં. પરંતુ બંન્ને શખ્સો ધમકી આપતાં હોય અને જમીન ખાલી કરતાં ન હતાં દરમ્યાન જુલાઇ મહિનામાં કેશુરભાઇ અને તેનો પુત્ર વજશીભાઇ બંન્ને જમીન ખેડવા ગયા હતા. તે દરમ્યાન બંન્ને શખ્સો ધારિયા લઇને પિતા-પુત્રની પાછળ આવી જમીનમાંથી ચાલ્યા જાવ નહીંતર પતાવી દેશુ તેવી ધમકી આપી હતી.
અવાર-નવાર જમીન કહેવા છતાં જમીન ખાલી ન કરતાં બે શખ્સો વિરૂધ્ધ વૃધ્ધ કેશુભાઇ દ્વારા પોલીસને જાણ કરતાં ગ્રામ્ય ડીવાયએસપી કૃણાલ દેસાઇ તથા સ્ટાફે વૃધ્ધના નિવેદનના આધારે બે શખ્સો વિરૂધ્ધ લેન્ડગ્રેબિંગ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.