Wednesday, December 25, 2024
Homeરાજ્યબરડીયાના વૃદ્ધને ધમકી આપતા બે શખ્સો સામે ફરિયાદ

બરડીયાના વૃદ્ધને ધમકી આપતા બે શખ્સો સામે ફરિયાદ

અનુસૂચિત જાતિના વૃદ્ધ ગૌશાળાનું કામ કરતા હતા ત્યારે જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં દ્વારકા પોલીસમાં ફરિયાદ

- Advertisement -

દ્વારકા તાલુકાના બરડીયા ગામે રહેતા ધનાભાઈ હમીરભાઈ નાંગેશ નામના 66 વર્ષના અનુસૂચિત જાતિના વૃદ્ધ ગૌશાળાનું કામ કરતા હતા. આ કામ ચાલુ કરતા પહેલાં આરોપી મનોજ બબાભા સુમણીયા અને બબાભા પુંજાભા સુમણીયા નામના બે શખ્સોએ આ કામ ચાલુ કરવા પહેલા તેઓની પરવાનગી લીધેલી ન હોવાનું જણાવીને ફરિયાદી ધનાભાઈ નાંગેશને બંને શખ્સોએ બિભત્સ ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી આપીને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરવા સબબની ફરિયાદ દ્વારકા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. આ સમગ્ર બનાવ અંગે પોલીસે આઈ.પી.સી. કલમ 504, 506 (2) તથા એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ સમીર સારડા દ્વારા હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular