ખંભાળિયાના ગાયત્રીનગર વિસ્તારમાં પોલીસ લાઈન પાસે રહેતા મુકેશભાઈ લાલજીભાઈ હિન્ડોચાની (ઉ.વ.3) વર્ષીય પરિણીત પુત્રી રશ્મિતાબેન વિશાલભાઈ કોટકને તેણીના લગ્નજીવન દરમિયાન છેલ્લા આઠેક માસથી રાજકોટ ખાતે રહેતા તેણીના પતિ વિશાળ ધીરજલાલ કોટક, સસરા ધીરજલાલ મગનલાલ કોટક, સાસુ જયશ્રીબેન તથા જેઠ રાજુભાઈ ઉપરાંત જામનગર ખાતે રહેતા દેર મયુરભાઈ ધીરજલાલ કોટક અને દેરાણી પ્રીતિબેન મયુરભાઈ કોટક દ્વારા વારંવાર મેણા-ટોણા મારી માથાકૂટ કરવા તેમજ શારીરિક અને માનસિક રીતે દુ:ખ-ત્રાસ આપવા સબબ મહિલા પોલીસ મથકમાં ઉપરોક્ત તમામ છ સાસરીયાઓ સામે આઈપીસી કલમ 498(એ), 323, 504 તથા 114 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.