Monday, December 23, 2024
Homeરાજ્યકલ્યાણપુરમાં સગીરાના અપહરણ સબબ રાવલના શખ્સ સામે ફરિયાદ

કલ્યાણપુરમાં સગીરાના અપહરણ સબબ રાવલના શખ્સ સામે ફરિયાદ

- Advertisement -

કલ્યાણપુર તાલુકાના રાવલ વિસ્તારમાં રહેતા એક પરિવારની 17 વર્ષ 7 માસની વયની સગીર પુત્રીને રાવલ ખાતે રહેતો કમલેશ જેન્તીભાઈ વાઘેલા નામનો શખ્સ લલચાવી-ફોસલાવીને બદકામ તથા લગ્ન કરવાના ઇરાદાથી અપહરણ કરીને પરિવારજનોના વાલીપણામાંથી ભગાડીને લઈ ગયો હોવાનું સગીરાના પરિવારજનોના ધ્યાને આવ્યું હતું.

- Advertisement -

આથી સગીરાના પિતાની ફરિયાદ પરથી કલ્યાણપુર પોલીસે કમલેશ જેન્તીભાઈ વાઘેલા સામે આઈ.પી.સી. કલમ 363, 366 તથા પોક્સો એક્ટની કલમ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular