જામનગર શહેરના દિગ્જામ મીલ વિસ્તારમાં આવેલા બાલાજી પાર્કમાં રહેતા યુવાને તેની બાર બોરની ડબલ બેરલવાળી ગનનું લાયસન્સ વર્ષ 2013 માં પૂરુ થઇ ગયું હોવા છતાં રીન્યુ નહીં કરાવતા એસઓજીની ટીમે યુવાન વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં દિગ્જામ મીલ સામે આવેલા બાલાજી પાર્ક 2 માં શેરી નં.1 માં પ્લોટ નં.5 / બી માં રહેતા ધર્મેન્દ્રસિંહ ઘોઘુભા જાડેજા (ઉ.વ.46) નામના નિવૃત્ત યુવાનને તેની પાસે રહેલી બાર બોરની ડબલ બેરલવાળી ગનનું 2008/A/DMP/2010 તથા રેજીમેન્ટ નંબર 14624525W NK જે લાયસન્સ તા.6/2/2011 માં જમ્મુ કાશ્મીરના પુછ માં ઈશ્યૂ કરાયું હતું. આ લાયસન્સ તા.6/08/2013 ના રોજ પૂરુ થઇ ગયું હતું. તેમ છતાં આ લાયસન્સ રિન્યુ ન કરાવતા એસઓજીની ટીમે નિવૃત્ત જવાન વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.