દ્વારકામાં શ્રીરામ બજાર, પૂર્વ દરવાજા બહાર રહેતા પ્રજ્ઞાબેન હરીશભાઈ વેગડ નામના 53 વર્ષના કુંભાર મહિલા સાથે ઝઘડો કરી તેમના ભત્રીજી અને જેઠાણી એવા ભારતીબેન કરસનભાઈ વેગડ તેમજ લાભુબેન કરસનભાઈ વેગડ દ્વારા બિભત્સ ગાળો કાઢી, ફરિયાદી પ્રજ્ઞાબેન તથા અન્ય મહિલાઓને સાથે ઝપાઝપી કરીને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની અને ફરિયાદ દ્વારકા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
ફરિયાદી પ્રજ્ઞાબેનના પતિએ આરોપીઓ સામે કોર્ટમાં સિવિલ દાવો દાખલ કર્યો હોય, તેનો ખાર રાખીને ઉપરોક્ત બનાવ બન્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. જે અંગે દ્વારકા પોલીસે આરોપી માતા-પુત્રી સામે જુદી-જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની કાર્યવાહી કરી હતી.