ઓખાના બર્માસલ ક્વાર્ટર વિસ્તારમાં રહેતા જાવીદ ઈશાભાઈ મોદી નામના 22 વર્ષના મુસ્લિમ યુવાનને આરંભડા વિસ્તારમાં રહેતા ફિરોજ સુમરા, અલી સુમરા, એજાજ બોલીમ અને સોહિલ સુમરા નામના ચાર શખ્સો દ્વારા આરંભડામાં આંખની હોસ્પિટલ પાસે અગાઉની બોલાચાલીનું મનદુ:ખ રાખી, લોખંડના પંચ વડે તેમજ ઢીકા પાટુનો માર મારી, ઇજા કરવા સબબ મીઠાપુર પોલીસ મથકમાં ચારેય શખ્સો સામે આઇપીસી કલમ 323, 324, 504, 114 તથા જી.પી. એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.