ખંભાળિયામાં શ્રીજી સોસાયટી વિસ્તારમાં હાલ રહેતી અને ગોપાલભાઈ રાધેશ્યામભાઈ શર્માની 31 વર્ષની પરિણીત પુત્રી આરતીબેન સાગરભાઈ બલભદ્રને અત્રે વ્રજધામ સોસાયટી વિસ્તારમાં રહેતા તેણીના પતિ સાગર દિલીપભાઈ બલભદ્ર, સસરા દિલીપભાઈ, દેર હાર્દિક તથા દેરાણી ડોલીબેન દ્વારા મેણાં ટોણા મારી, શારીરિક તથા માનસિક દુ:ખ-ત્રાસ આપવામાં આવતા આ બનાવ અંગે મહિલા પોલીસ મથકમાં આરતીબેનની ફરિયાદ પરથી ચારેય સાસરિયાઓ સામે જુદી-જુદી કલમ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.