દ્વારકા તાલુકાના મકનપુર ગામે રહેતા એક પરિવારની સગીર વયની પુત્રીને રાજસ્થાન રાજ્યના જોધપુર જિલ્લાના બુંગડી ખાતે રહેતો જગદીશ મંગીલાલ લોહાર નામનો શખ્સ ગત તારીખ 9 મી ના રોજ તેણીને લલચાવી, ફોસલાવીને લગ્ન કરવાની લાલચ આપીને બદકામ કરવાના ઇરાદાથી અપહરણ કરીને લઈ ગયો હોવાની ધોરણસર ફરિયાદ સગીરાના માતાએ દ્વારકા પોલીસ મથકમાં નોંધાવી છે.
જે અંગે પોલીસે આઈપીસી કલમ 363, 366 તથા પોક્સો એક્ટ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ પી.આઈ. પી.એ. પરમારએ હાથ ધરી છે.