Sunday, December 22, 2024
Homeરાજ્યલાંબા ગામે અગાઉના મન દુ:ખ બાબતે બે પરિવારજનો વચ્ચે બઘડાટી

લાંબા ગામે અગાઉના મન દુ:ખ બાબતે બે પરિવારજનો વચ્ચે બઘડાટી

સામ-સામા પક્ષે પાંચ સામે ફરિયાદ

- Advertisement -

કલ્યાણપુર તાલુકાના લાંબા ગામે ગુરૂવારે સાંજે હિન્દુ વાઘેર સમાજના બે પરિવારો વચ્ચે માથાકૂટ સર્જાઇ હતી. જેમાં લોખંડના પાઇપ જેવા હથિયારોનો છૂટથી ઉપયોગ થયો હતો. આ પ્રકરણમાં કલ્યાણપુર પોલીસ મથકમાં સામ-સામા પક્ષે કુલ પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

- Advertisement -

કલ્યાણપુર તાલુકાના લાંબા ગામે રહેતા વેજાભાઈ કેર નામના યુવાન સાથે આ જ વિસ્તારમાં રહેતા માનસંગભા નામના હિન્દુ વાઘેર સાથે અગાઉ માથાકૂટ થઈ હતી. જેથી આ બાબતે વેજાભાના ભાઈ રાજેશભા તથા સામતભાને જાણ થતા તેઓ સમજાવવા જતા આ સ્થળે હાજર રહેલા ફરિયાદી રાજેશભાના બનેવી માયાભાઇ તથા તેના ભાઈ માનસંગભાઈ વિગેરે સાથે બોલાચાલી થતા આરોપી માયાભા વાઘેર તથા માનસંગભા વાઘેર દ્વારા લોખંડના પાઇપ વડે હુમલો કરી, આ પ્રકરણમાં ફરિયાદી રાજેશભા તથા તેમના ભાઈ વેજાભાઈ અને માનસંગભાઈ વિગેરેને લોહી લુહાણ કરી મુકી, જાનથી મારી નાખવાની ધમકી આપતા આ બનાવ અંગે રાજેશભાની ફરિયાદ પરથી માયાભા વાઘેર તથા માનસંગભા વાઘેર સામે આઈ.પી.સી. કલમ 323, 324, 504, 506 (2) તથા જી.પી. એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.
આ પ્રકરણમાં સામા પક્ષે લાંબા ગામના માનસીંગભા હદુભા માણેક (ઉ.વ. 42) દ્વારા આ જ ગામના સામતભા નાનભા કેર, વેજાભા નાનભા કેર અને રાજેશભા નાનભા કેર સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

ઈજા પામનાર સાહેદ માયાભાઈ હદુભા માણેકના દીકરા આરોપી વેજાભા નાનભા કેર સાથે રખડતા હોય, આ બાબતે આજથી આશરે બે માસ પહેલા થયેલા ઝઘડા બાદ આરોપીઓએ ઉશ્કેરાઈને લોખંડના પાઇપ વડે તથા છરી જેવા હથિયારો વડે હુમલો કરી ફ્રેકચર સહિતની ઈજાઓ કરવા ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી પણ આપતા આ બનાવ અંગે પોલીસે આઈ.પી.સી. કલમ 323, 324, 504, 506 (2) તથા જી.પી. એક્ટ મુજબ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular