જામનગરમાં વિપક્ષી કોર્પોરેટર અસલમ ખિલજી સામે યુવાનને માર માર્યો, ગાળો આપી, જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે ફરિયાદ નોંધાઇ છે.
કાલાવડનાકા બહાર ગુજરાતીવાડ પાસે રહેતા તોહિદ ઉર્ફે પપ્પુ ફિરોઝભાઇ શેખ નામના યુવાને સીટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ ફરિયાદ અનુસાર તેઓ ગઇકાલે ગુજરાતીવાડ પાસેના ઓટા ઉપર બેઠા હતાં ત્યારે અસલમ કરીમભાઇ ખિલજી તેમજ મોહસીન ખફીએ આવી તાહિદને ગાળો આપી ફડાકા ઝિંકી દીધા હતાં તેમજ માર મારી મુંઢ ઇજાઓ પહોંચાડી હતી. ઉપરાંત બંને શખ્સોએ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ ઘટના અંગે તાહિદે પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે અસલમ ખિલજી અને મોહસીન ખફી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.