દ્વારકાના નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતા એક પરિવારની પંદર વર્ષ ચાર માસની સગીર વયની પુત્રીને ઉત્તર પ્રદેશનો રહીશ એવો શિવમ નામનો એક છોકરો લગ્ન કરવાની લાલચ આપી, અને બદકામ કરવાના ઈરાદે કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરીને લઈ જવા સબબ સગીરાના પિતાએ દ્વારકા પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવી છે.
આ બનાવ અંગે દ્વારકા પોલીસે આઈ.પી.સી. કલમ 363, 366 તથા પોક્સો એક્ટ મુજબ ગુનો નોંધી આગળની તપાસ પી.આઈ. પી.બી. ગઢવી દ્વારા હાથ ધરવામાં આવી છે.