Friday, December 27, 2024
Homeરાજ્યખંભાળિયા વીજપોલની કામગીરી સંદર્ભે યોગ્ય અને વધુ વળતર માંગીને ધમકી આપતા શખ્સ...

ખંભાળિયા વીજપોલની કામગીરી સંદર્ભે યોગ્ય અને વધુ વળતર માંગીને ધમકી આપતા શખ્સ સામે ફરિયાદ

કંપનીની કામગીરી અટકાવવા ઝેરી દવા પિતા યુવાન સામે કાર્યવાહી

- Advertisement -

ખંભાળિયા નજીકના ગ્રામ્ય વિસ્તારોમાં ખાનગી વીજ કંપની ચાલી રહેલી વીજપોલ ઊભા કરવાની કામગીરીમાં અડચણરૂપ બની અને કથિત રીતે અયોગ્ય તથા વળતર વધુ વળતર માંગવા ઉપરાંત કંપની કર્મચારીઓને મારી નાખવાની ધમકી આપી અને ઝેરી દવા પી લેનારા કોલવા ગામના યુવાન સામે કંપની અધિકારી દ્વારા ખંભાળિયા પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.

- Advertisement -

આ સમગ્ર પ્રકરણ અંગે જામ ખંભાળિયા ટ્રાંસ્કો લિમિટેડ કંપનીમાં એસોસિએટ્સ ઓફિસર તરીકે ફરજ બજાવતા ધનંજય લલનભાઈ શર્મા (ઉ.વ. 35, રહે. રામનાથ સોસાયટી) એ ખંભાળિયા તાલુકાના કોલવા ગામે રહેતા ચેતનભાઈ જેસાભાઈ કરંગીયા સામે ખંભાળિયા પોલીસ મથકમાં વિવિધ મુદ્દે ધોરણસર ફરિયાદ નોંધાવી છે.

આ ફરિયાદમાં જણાવાયા મુજબ ભચાઉના લાકડીયાથી ખંભાળિયા તાલુકાના ભટ્ટગામ સુધી 400 કે.વી. ડી.સી. વીજલાઈનનું કામ હાલ કાર્યરત છે. વીજપોલ ઉભા કરવાની કામગીરી ખંભાળિયા તાલુકાના જુદા જુદા ગ્રામ્ય વિસ્તારોમાં પણ જામખંભાળિયા ટ્રાન્સપોર્ટ લિમિટેડ કંપની દ્વારા કરવામાં આવી રહી છે. જે કામ હાલ 60 ટકા જેટલું પૂર્ણ થઇ ગયું છે. આ કામગીરી અંતર્ગત વીજળીનો એક વિશાળ પોલ ઊભો કરવાની કામગીરી ભટ્ટગામ ગામની સીમમાં સર્વે નંબર 50 માં કાર્યરત છે. ઉપરોક્ત જમીન કોલવા ગામના ચેતન જેસાભાઈ કરંગીયા નામના યુવાનની માલિકીની છે. આ જમીન પર વીજપોલ અંગે જે.કે.ટી.એલ. કંપની દ્વારા સરકારના ધારાધોરણ મુજબ વળતર આપવાની તૈયારી સાથે તેમની વાડીમાં વીજપોલ ઊભા કરવાની કામગીરી તેમજ અહીં ચેતનભાઈને મળવાપાત્ર ધારાધોરણ મુજબ વળતર આપવા બાબતની ચર્ચા-વિચારણા છતાં ચેતનભાઈ દ્વારા કથિત રીતે અયોગ્ય અને વધારે વળતરની માંગણી કરવામાં આવી હતી. જેથી કંપની દ્વારા આ અંગે જિલ્લા કલેકટર સમક્ષ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જે કંપની તરફે માન્ય રાખી, તેઓની તરફેણમાં હુકમ કરાયો હતો. અને વીજપોલની કામગીરી કરવામા રૂકાવટ ન કરવા અંગે ચેતનને મનાઈ ફરમાવવામાં આવી હતી. આથી કંપની દ્વારા સમજાવટ અને બેઠક બાદ પણ ચેતનભાઈએ કંપની કર્મચારીઓને કામ કરતા અટકાવ્યા હતા.

- Advertisement -

કંપની દ્વારા જો સમયમર્યાદામાં કામ પૂરું ન થાય તો જાહેર જનતાને મોટું નુકસાન થવાની સંભાવના હોવાનું જણાવી, પોલીસ બંદોબસ્ત સાથે રાખી અને છેલ્લા પાંચેક દિવસથી કામગીરી કરવામાં આવી રહી હતી. આ અગાઉ ચેતન દ્વારા જે તે સમયે અવાર-નવાર ફોન અથવા રૂબરૂ મળે ત્યારે રૂા. 25 લાખ સુધીના વળતરની માગણી કરી હોવાનું પણ કહેવાય છે. બાદમાં કંપની દ્વારા આ બાબતને અયોગ્ય ગણાવી, અને સમજાવટ કરવામાં આવી હોવા છતાં તેઓ વળતર સ્વીકારવાની ના કહી દીધી હતી.

કંપની દ્વારા સરકારી મંજૂરી બાદ પોલીસ પ્રોટેક્શનને સાથે રાખીને વીજપોલનું કામ પાંચેક દિવસથી જારી રાખ્યું હતું અને ચેતનભાઈને વળતર સ્વીકારવા સમજાવ્યું હતું. આ વચ્ચે ગઈકાલે રવિવારે સવારે કંપની કર્મચારીઓ દ્વારા ચેતનભાઈના ખેતરમાં ચાલતા કામ દરમિયાન તેમણે આવી અને આ કામ બંધ કરાવ્યું હતું. જેથી કંપનીના અધિકારી ધનંજય શર્મા, મેનેજર હરેન્દ્ર પાંડે તથા આશિષસિંગ સહિતના અન્ય કર્મચારીઓ ત્યાં દોડી ગયા હતા. પરંતુ અહીં ચેતનભાઈ હાજર નહોતા. બાદમાં વળતર અંગેની બેઠક કરવા તથા યોગ્ય વળતર ઉપરાંત પાક નુકસાનીનું વધારાનું વળતર આપવા કંપની તૈયાર હોવાનું જણાવતા ચેતનભાઇએ ‘રૂપિયા 15 લાખથી ઓછી વળતર તો લઈ જ નહીં’ તેમ કહી, ગાળો બોલવા લાગ્યા હતા અને ‘જો 15 લાખ રૂપિયા આપવા ન હોય તો મારી જમીનમાં પ્રવેશશો નહીં અને જો તમારી કંપનીનું કામ ચાલુ રાખશો તો હું ઝેરી દવા પીને તમારી સામે આત્મહત્યા કરી લઈશ અને તમને ખૂનના ગુનામાં જેલ ભેગા કરાવી દઈશ અને હું પણ મરી જઈશ’- તેમ કહી, કામ બંધ કરાવીને ખિસ્સામાં રહેલી ઝેરી દવાનું ડબલું કાઢીને તેમાંથી થોડી દવા પી લીધી હતી.

- Advertisement -

આ બનાવ બનતાં ફરજ પર રહેલી પોલીસે ચેતનભાઈના હાથમાંથી ડબલુ લઇ લીધું હતું અને તેમને હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા. ચેતન દ્વારા આ બાબતે થોડા દિવસો અગાઉ પણ ધમકી આપી હોવાની અરજી પણ કરી હોવાનું વધુમાં જાહેર થયું છે. આ ઉપરાંત ગત તા. 10 જૂનના રોજ પણ કંપની દ્વારા અહીં ઊભા કરવામાં આવેલા વીજપોલના નીચેના નેટબોલ ઢીલા કરી, અલગ કરી નાખતા નુકસાની અંગે કંપની અધિકારીઓ દ્વારા ચેતન કરંગીયા સામે વિવિધ કલમ મુજબ ગુનો પણ નોંધાવવામાં આવ્યો હતો. આ સમગ્ર પ્રકરણ અંગે ખંભાળિયા પોલીસે ધનંજય શર્માની ફરિયાદ પરથી કોલવા ગામના ચેતન કરંગીયા સામે આઈ.પી.સી. કલમ 389, 504, 506 (2) તથા 511 મુજબ ગુનો નોંધ્યો છે. આ પ્રકરણની વધુ તપાસ પીએસઆઈ એમ.જે. સાગઠીયા ચલાવી રહ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular