જોડિયા તાલુકાના કોઠારીયા ખાતેથી આશરે 60 લોકોએ સ્થળાંતર કર્યું છે. જેમાં 30 લોકોએ મોરબીના બેલા ખાતે 15 લોકોએ માણામોરા ગામે અને 20 લોકોએ મોરબી ખાતે સગા-વ્હાલાને ત્યાં સ્થળાંતર કયુર્ં છે. તેમજ આ જગ્યાએ એક 70 વર્ષના મનોદિવ્યાંગ વૃધ્ધ એકલા મળી આવ્યા હતાં. ગામના સરપંચ, ઉપસરપંચ ગ્રામ પંચાયતના સદસ્ય તથા આચાર્ય દ્વારા કાઉન્સેલીંગ કરી તેમના પુત્ર માણામોરા ખાતે સરકારી વાહનાં રેસ્ક્યૂ કરી તેમના પુત્રને સોપ્યા હતાં. તેમજ માણામોરા ખાતે સગાને ત્યાં રોકાયેલા લોકોને જરુર જણાય એ બંધ સરકારી સ્કૂલ પણ ખોલી આપવા સૂચના અપાઇ છે. આ બધી કામગીરી જોડિયા મામલતદાર દ્વારા કરવામાં આવી હતી.