જામનગરમાં ગઈકાલે મુસ્લિમ સમાજ દ્વારા ઈદની ઉજવણી કરવામાં આવી હતી. જે નિમિત્તે જામનગર શહેરમાં વિવિધ વિસ્તારોમાં પરંપરાગત રૂટ ઉપર ઈદનું ઝુલુસ યોજાયું હતું. જેમાં મુસ્લિમ બિરાદરો મોટી સંખ્યામાં જોડાયા હતાં. આ ઝુલુસ ચાંદીબજાર ખાતે પહોંચતા કોમી એકતાના દર્શન જોવા મળ્યા હતાં. ચાંદીબજાર ખાતે ગણેશ મરાઠા મંડળ દ્વારા આયોજીત ગણેશ ઉત્સવ ખાતે આ ઈદના ઝૂલુસનું સ્વાગત કરાયું હતું અને મુસ્લિમ અગ્રણીઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને હિન્દુ મુસ્લિમ કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું હતું. આ ઝૂલુસ દરમિયાન જામનગર જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ જામનગર પોલીસ સ્ટાફ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા, સિટી એ પીઆઈ નિકુંજસિંહ ચાવડા સહિતનો સ્ટાફ પોલીસ બંદોબસ્તમાં જોડાયો હતો.