ભાણવડ તાલુકાના નવાગામ ખાતે રહેતા અશોકભાઈ જમનભાઈ માકડીયા નામના 52 વર્ષના પટેલ આધેડે ગત તારીખ 8 ઓગસ્ટના રોજ પોતાના હાથે ઝેરી દવા પી લેતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. મૂળ નવાગામના અને હાલ સુરત ખાતે રહેતા મૃતક અશોકભાઈના પુત્ર શ્યામના આઠેક મહિના પૂર્વે છૂટાછેડા થયા હોય, જેના કારણે તેઓ સતત ચિંતાગ્રસ્ત રહેવાથી તેમણે આ પગલું ભર્યું હોવા અંગેની જાણ મૃતકના મોટાભાઈ મનસુખભાઈ જમનભાઈ માકડીયા (ઉ.વ. 60) એ ભાણવડ પોલીસને કરી છે. જે અંગે પોલીસે જરૂરી નોંધ કરી, આગળની કાર્યવાહી કરી હતી.