જોડિયાના જીરાગઢ ગામે રહેતી સગીરાને તેના ભાઈ સાથે અજમેર જવાની ઈચ્છા હોય તેણીના પિતાએ ના પાડતા તેનું મનમાં લાગી આવતા સગીરાએ ગળેફાંસો ખાઈ ઝીંદગી ટુકાવી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર જીલ્લાના જોડિયા તાલુકાના જીરાગઢ ગામમાં રહેતી જુમીલાબેન કાદરભાઈ સોઢા (ઉ.વ. 16) નામની સગીરાને તેના ભાઈ સાથે અજમેર જવાની ઈચ્છા હતી પરંતુ તેના પિતા એ અજમેર જવાની ના પાડતા તેને મનમાં લાગી આવતા શનિવારે તેના ઘરે રૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગેની મૃતકના પિતા કાદરભાઈ દ્વારા જાણ કરાતા હેકો એમ.ડી.શીયાર તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.