જામનગર મહાનગરપાલિકાના કમિશનર વિજયકુમાર ખરાડી, નાયબ કમિશનર ભાવેશભાઈ જાની, કાર્યપાલક ઇજનેર મુકેશ વરણવા, તેમજ સંબંધિત અધિકારીઓ દ્વારા સોનલ નગર ખાતે આવેલા આઈસોલેશન સેન્ટર તથા રણજીત સાગર ખાતેના ઢોર ડબ્બાનીની મુલાકાત લીધી હતી.
આ મુલાકાત દરમ્યાન કમિશનર વિજયકુમાર ખરાડી દ્વારા સબંધીતોને યોગ્ય કાળજી લેવા માટે સુચના આપવામાં આવી હતી તેમજ આઈસોલેશન સેન્ટર હેઠળના પશુઓની ખાસ તકેદારી રાખવા નું જણાવ્યું હતું. ઉપરાંત રણજીતસાગર ખાતે નવા ઢોર ડબ્બા નું બાંધકામ નિયત સમય મર્યાદામાં પૂર્ણ કરવા સૂચના આપવામાં આવેલ. આ તકે નાયબ કમિશનર ભાવેશભાઈ જાની, સોલિડ વેસ્ટના કાર્યપાલક ઇજનેર મુકેશભાઈ વરણવા, રાજભા જાડેજા, દીપકભાઈ શિંગાળા સહિતના સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.