Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરVideo : રણજીતસાગર ડેમની મુલાકાત લેતાં કમિશનર

Video : રણજીતસાગર ડેમની મુલાકાત લેતાં કમિશનર

- Advertisement -

જામનગર શહેર જિલ્લામાં હવામાન વિભાગની આગાહી અનુસાર વરસાદ વરસી રહ્યો હતો. જામનગર શહેરની સાથે સાથે ગ્રામ્ય વિસ્તારમાં પણ મેઘરાજાની કૃપા વરસી હતી. મેઘરાજાની સવારીને પરિણામે ડેમોમાં પણ નવા નીરની આવક થવા પામી હતી. જામનગરની જીવાદોરી સમાન રણજીતસાગર ડેમમાં પણ નવા નીરની આવક થતાં કમિશનર દ્વારા ડેમની મુલાકાત લેવામાં આવી હતી. અને ડેમ ઓવરફલો થાય તે પરિસ્થિતીમાં તકેદારી માટે જરૂરી પગલાં અને સુચનાઓ પણ આપી હતી.

- Advertisement -

જામનગર જિલ્લામાં અવિરત થયેલી મેઘ સવારીના કારણે જામનગર શહેરના જીવાદોરી સમાન રણજીતસાગર ડેમમાં નવા પાણીની આવક થવાથી વરસતા વરસાદમાં મ્યુ.કમિશનર વિજય ખરાડી સાથે નાયબ કાર્યપાલક ઇજનેર પી.સી.બોખાણી ડેમનું નિરિક્ષણ કરી પાણીની સપાટી ચકાસી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular