Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરસોનલનગર આઈસોલેશન સેન્ટરની મુલાકાત લેતા કમિશનર વિજયકુમાર ખરાડી

સોનલનગર આઈસોલેશન સેન્ટરની મુલાકાત લેતા કમિશનર વિજયકુમાર ખરાડી

લમ્પી ગ્રસ્ત ગાયોની સારવારનું નિરીક્ષણ કરી જરૂરી સૂચનાઓ આપી

- Advertisement -

જામનગર મહાનગરપાલિકા ના સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા શહેરમાં ઢોરનો આતંક નાથવા માટે ઘણા લાંબા સમય થી ઢોરને પકડી ડબ્બે પુરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. શહેરમાંથી અનેક વિસ્તારોમાંથી ગાયોને  ઢોરના ડબ્બે પુરવાની કામગીરી હાથ ધરાય છે  જેમાં સોનલ નગર સ્થિત ઢોરનો ડબ્બો  – આઈસોલેશન સેન્ટર ની જામનગર મહાનગરપાલિકાના કમિશનર  વિજયકુમાર ખરાડી  દ્વારા આજે સવારે મુલાકાત લેવામાં આવી હતી.

- Advertisement -

જામનગર મનપાના કમિશનર  વિજયકુમાર ખરાડી એ જામનગર મહાનગરપાલિકા દ્વારા ચાલતા સોનલ નગર સ્થિત ઢોરના ડબ્બાની તેમજ લમ્પી ગ્રસ્ત ગાયોના અઈસોલેસન સેન્ટર (સારવાર કેન્દ્ર )ની મુલાકાત લેવામાં આવી હતી સ્થળ નિરીક્ષણ દરમિયાન કમિશનર દ્વારા આ ઢોરના ડબ્બે  પશુઓની યોગ્ય જાળવણી થાય , તેમ જ અહીં સાફ સફાઈ જળવાઈ રહે ,પશુઓ માટે ઘાસચારા ,પાણીની યોગ્ય વ્યવસ્થાઓ પૂરી પાડવામાં આવે  તે સહિતના મુદ્દે  એ સોનલ નગર ખાતે ઢોરના ડબ્બા ની કામગીરીની માહિતી મેળવી  સ્થળ નિરીક્ષણ કર્યું હતું , તેમજ અહીંના કર્મચારીઓને જરૂરી સુચના આપી હતી, આ તકે સોલિડ વેસ્ટ વિભાગના કાર્યપાલક ઇજનેર  મુકેશભાઈ વરણવા તથા સોલીડ વેસ્ટ વિભાગના રાજેન્દ્રસિંહ જાડેજા સ્થળ નિરીક્ષણ સમયે ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular