Sunday, December 22, 2024
Homeરાષ્ટ્રીયસંસદના શિયાળુ સત્રનો પ્રારંભ

સંસદના શિયાળુ સત્રનો પ્રારંભ

યુવા અને નવા સાંસદોને બોલાવની પુરતી તક આપવા પ્રધાનમંત્રી મોદીની અપીલ : સત્રના 17 દિવસો દરમ્યાન 16 થી વધુ બિલ રજૂ થશે

- Advertisement -

આજથી સંસદના શિયાળુ સત્રનો પ્રારંભ થયો છે. આગામી 29 ડિસેમ્બર સુધી ચાલનારા આ સત્રમાં 16 થી વધુ બિલ રજૂ કરવામાં આવશે. સત્ર શરૂ થાય તે પહેલાં પ્રધાનમંત્રી મોદી સંસદ પરિસરમાં મીડિયા સમક્ષ ઉપસ્થિત રહયા હતા. તેમણે વિપક્ષના તમામ મુદાઓ પર હોબાળો મચાવ્યા વગર ચર્ચા કરવા અપીલ કરી હતી. ખાસ કરીને નવા અને યુવા સાંસદોને બોલવાની પુરતી તક આપવા પણ જણાવ્યું હતું. આજે એટલે કે 7 ડિસેમ્બરથી સંસદનું શિયાળુ સત્ર શરૂ થવા જઈ રહ્યું છે.

- Advertisement -

આ સત્ર આજથી 29 ડિસેમ્બર સુધી ચાલશે. સત્રમાં કુલ 17 કામકાજના દિવસો હશે. તેમાં પીએમ મોદીએ આ શિયાળુ સત્રનો એજન્ડા જણાવ્યો. પીએમ મોદીએ કહ્યું, આપણે ભાવિ પેઢીને ઉજ્જવળ ભવિષ્ય અને લોકશાહી માટે તૈયાર કરવા યુવા સંસદસભ્યોને મહત્તમ તકો આપવી જોઈએ. વધુમાં તેમણે કહ્યું, ભારત માટે જી-20ની યજમાની કરવાની આ એક મોટી તક છે.

પ્રથમ દિવસે, લોકસભા સત્ર દરમિયાન મૃત્યુ પામેલા સભ્યોને શ્રદ્ધાંજલિ અપાશે. વિદેશ મંત્રી ડો. એસ. જયશંકર આજે સંસદને સંબોધિત કરશે.

- Advertisement -

કેન્દ્ર સરકારના એજન્ડામાં 16 નવા બિલનો સમાવેશ થાય છે. નેશનલ ડેન્ટલ કમિશન બિલ, નેશનલ નર્સિંગ એન્ડ મિડવાઇફરી કમિશન બિલ, કેન્ટોનમેન્ટના વહીવટને લગતું કેન્ટોનમેન્ટ બિલ, ફોરેસ્ટ ક્ધઝર્વેશન અને જૈવવિવિધતા બિલ વગેરે જેવા મહત્ત્વના બિલ પાસ થશે. કોંગ્રેસના નેતૃત્વમાં વિપક્ષે ત્રણ બિલ, જૈવવિવિધતા સુધારા બિલ 2021, મલ્ટી-સ્ટેટ કોઓપરેટિવ સોસાયટીઝ એમેન્ડમેન્ટ બિલ અને ફોરેસ્ટ ક્ધઝર્વેશન એમેન્ડમેન્ટ બિલનો વિરોધ કરવાનું નક્કી કર્યું છે. ત્યારે જોડે જોડે બીજુ જનતા દળે શિયાળુ સત્રમાં સંસદ અને વિધાનસભાઓમાં મહિલાઓને એક તૃતીયાંશ અનામત આપવાનું બિલ પસાર કરવાની માંગ કરી છે.

સત્રના પ્રારંભે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા અને રાજયસભા અધ્યક્ષ જગદીપ ધનખડે સભ્યોનું અભિવાદન કર્યું હતું. ત્યારબાદ અવસાન પામેલાં સભ્યોને શ્રધ્ધાંજલિ પાઠવી સંસદના બન્ને ગૃહ એક કલાક માટે સ્થગિત કરવામાં આવ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular