Saturday, April 20, 2024
Homeરાજ્યજામનગરજામનગર મહાનગર પાલિકાની 64 બેઠકો માટે મતદાન પ્રક્રિયાનો પ્રારંભ

જામનગર મહાનગર પાલિકાની 64 બેઠકો માટે મતદાન પ્રક્રિયાનો પ્રારંભ

- Advertisement -

જામનગર મહાનગર પાલિકાના 16 વોર્ડની 64 બેઠકો માટે મતદાન પ્રક્રિયાનો આજે સવારે 7 વાગ્યાથી પ્રારંભ થયો હતો. જામનગરની 64 બેઠકો માટે ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી તથા અપક્ષો સહિત કુલ 236 ઉમેદવારો ચૂંટણીજંગના મેદાનમાં છે. કોરોના મહામારી વચ્ચે જામનગરમાં સૌપ્રથમ વખત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાઇ રહી છે. આજે સવારે 7 વાગ્યાથી જામનગર પોલીસના ચુસ્ત બંદોબસ્ત અને જિલ્લા વહીવટીતંત્રના માઇક્રો પ્લાનીંગના સમન્વય વચ્ચે મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થયો હતો.

- Advertisement -

જામનગર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર રવિશંકરએ વિભાજી સ્કૂલ ખાતે મતદાન કરી મતાધિકારની ફરજ બજાવી હતી. આ સાથે જામનગરના ધારાસભ્ય અને રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા(હકુભા), શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલ કગથરા, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ હસમુખભાઇ હિંડોચા, પૂર્વ મેયર હસમુખભાઇ જેઠવા સહિતના અગ્રણીઓએ પણ મતદાન કરી લોકશાહીના મહાપર્વની ઉજવણી કરી હતી.


જામનગરના નાગરિકોએ પણ મતદાન માટે ઉત્સાહ દાખવ્યો હતો અને સવારે 7 વાગ્યે મતદાન શરૂ થતાં જ ધીમે-ધીમે લોકો બહાર નીકળતા થયા હતા અને મતદાન મથક સુધી પહોંચ્યા હતાં. કોરોનાની મહામારીને ધ્યાને લઇ મતદાન મથકે પહોંચતા મતદારોનું થર્મલ સ્ક્રીનીંગ કરી, ગ્લોવ્સ આપવામાં આવ્યા હતાં અને મતદાન કરાવવામાં આવતું હતું. સવારથી શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન પ્રક્રિયા શરૂ થઇ હતી. શરૂઆતના સમયમાં જ જામનગરમાં ઇવા પાર્ક નજીક આવેલ સનરાઇઝ સ્કૂલમાં ટેકનીકલ ખામી સર્જાતા ઇવીએમ મશીન બગડ્યું હતું. જેના પરિણામે મતદાન અટક્યું હતું. આ અંગે વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે કાર્યવાહી હાથ ધરાઇ હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular