જામનગરના ક્રિકેટ બંગલા ખાતે આજથી બીસીસીઆઇ તથા સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન આયોજિત અંડર-16 ઇન્ટર ડિસ્ટ્રીકટ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ થયો હતો. જેમાં આજે ટુર્નામેન્ટના પ્રારંભે જામનગર અને દેવભૂમિ દ્વારકાની ટીમ વચ્ચે પ્રથમ મેચ યોજાયો હતો. આ તકે પૂર્વ શહેર ભાજપ પ્રમુખ નિલેશભાઇ ઉદાણીએ ટોસ ઉછાળી મેચનો પ્રારંભ કરાવ્યો હતો. આ તકે મહેન્દ્રસિંહ ચૌહાણ, ભરતભાઇ મથર, મહિપાલસિંહ જેઠવા વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં. આ ટુર્નામેન્ટમાં આવતીકાલે રાજકોટ રૂરલ તથા દ્વારકા વચ્ચે તથા બુધવારે રાજકોટ રૂરલ અને જામનગર વચ્ચે ક્રિકેટ મેચ યોજાશે. આજે રમાયેલી જામનગર અને દ્વારકાની ટીમ વચ્ચેની મેચમાં જામનગરની ટીમે ટોસ જીતી પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરી હતી અને દ્વારકાની ટીમને 29 રનમાં ઓલઆઉટ કરી દીધી હતી. જામનગરની ટીમ વતી નિર્સંગ કાસુન્દ્રાએ ઘાતક બોલીંગ તથા માત્ર 7.04 ઓવરમાં બે મેડર્ન ઓવર સાથે 13 રન આપી છ વિકેટ ઝડપી લીધી હતી. 29 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી જામનગરની ટીમે બે ઓવરમાં જ વિનાવિકેટે 30 રન બનાવી વિજય મેળવ્યો હતો.
અંડર-16 ઇન્ટર ડિસ્ટ્રીકટ ક્રિકેટ ટૂાર્નામેન્ટનો પ્રારંભ : જામનગરની ટીમે સરળતાથી દ્વારકાની ટીમને પરાજય આપ્યો
જામનગરની ટીમે ટોસ જીતી ફિલ્ડીંગ લીધી: દ્વારકાની ટીમને 29 રનમાં સમેટી લીધી : નિર્સગ કાસુન્દ્રા એ છ વિકેટ ઝડપી