Friday, November 22, 2024
Homeરાજ્યજામનગરખિજડા મંદિરમાં હેલ્થ કેમ્પ સાથે ત્રિદિવસિય સેવાકિય પ્રકલ્પોનો પ્રારંભ

ખિજડા મંદિરમાં હેલ્થ કેમ્પ સાથે ત્રિદિવસિય સેવાકિય પ્રકલ્પોનો પ્રારંભ

- Advertisement -

5 નવતનપુરીધામ ખિજડા મંદિર ટ્રસ્ટ દ્વારા ગુરુપૂર્ણિમા મહોત્સવની સાથે ત્રણ દિવસના સેવાકીય પ્રકલ્પોનું આજથી પ્રારંભ થયો હતો. શ્રીકૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય જગતગુરુ આચાર્ય 108 કૃષ્ણમણિ મહારાજની નિશ્રામાં આજે પ્રથમ દિવસે હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

- Advertisement -

આજે સવારે આ ત્રિદિવસિય સેવાકિય પ્રકલ્પનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. આ ઉદ્ઘાટન સમારંભમાં કૃષ્ણમણિ મહારાજ, રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલભાઇ કગથરા, કલેકટર સૌરભભાઇ પારઘી, કમિશનર વિજય ખરાડી, સમર્પણ હોસ્પિટલના મેનેજિંગ ટ્રસ્ટી વસ્તાભાઇ કેશવાલા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દિપ પ્રાગટય બાદ હેલ્થ કેમ્પથી ત્રિદિવસિય સેવાકીય પ્રકલ્પનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ હેલ્થ કેમ્પમાં ગુજરાતના સુપ્રસિધ્ધ આલયમ્ સેન્ટર અમદાવાદના ડો. દિપેન પટેલ ઉપસ્થિત રહી સાંધાના દુ:ખાવા, ઘુટણના દુ:ખાવા વગેરેને માહિતી આપી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular