જામનગર જિલ્લા પંચાયત કર્મચારી નિગમ નિર્માણ કો. ઓપરેટીવ હાઉસિંગ સોસાયટી લિ., મહાલક્ષ્મી કર્મચારીઓની ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી લિ. જામનગર તથા પંચાયતનગર એજ્યુ. એન્ડ સોશ્યલ ડેવલોપમેન્ટ ટ્રસ્ટના નેજા હેઠળ આગામી તા. 2 થી 9 એપ્રિલ દરમિયાન શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. ચૈત્રી નવરાત્રીના પ્રારંભ સાથે વિશ્ર્વ કલ્યાણ અર્થે નવરાત્રીનો મહાયજ્ઞ પણ અંબાજી મંદિરના પૂજારી શાસ્ત્રી ડો. તુષારભાઇ પંડયા દ્વારા નવ દિવસ સુધી યોજાશે. શનિવારના રોજ અંબાજી મંદિરેથી શ્રીમદ્ ભાગવત સપ્તાહની પોથીયાત્રા યોજાઇ હતી. જેમાં લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. નૈમિષારણ્ય ઉપવન કથા સ્થળે ભાગવત્ સપ્તાહની પોથી બિરાજમાન કરાઇ હતી. તેમજ વૈદ મંત્ર સાથે પોથી તથા વ્યાસાસને બિરાજમાન કે.પી. સ્વામીનું પૂજન કરવામાં આવ્યું હતું. આ તકે સ.ગુ.કો. ગોવિંદપ્રસાદદાસજી (દ્વારકાવાળા), ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા), દિગ્વિજ્યસિંહ જાડેજા, વજુભા જાડેજા, દેવેદન્દ્રસિંહ પરમાર, નારણભાઇ સોરઠીયા સહિતના મહાનુભાવોના હસ્તે દિપ પ્રાગટય કરવામાં આવ્યું હતું.