Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં આવતીકાલથી મ્યૂકોર માઇકોસિસ નિદાન કેન્દ્રનો પ્રારંભ

જામનગરમાં આવતીકાલથી મ્યૂકોર માઇકોસિસ નિદાન કેન્દ્રનો પ્રારંભ

મેન્ટલ હોસ્પિટલ ખાતે સવારે 9 થી 2 કેન્દ્ર કાર્યરત: પ્રાથમિક જણાતા દર્દીઓને સારવાર અપાશે

- Advertisement -

કોરોના મહામારીનો કહેર જામનગર શહેર અનેે જિલ્લા સહિત સમગ્ર દેશમાં અવિરત રહ્યો છે અને આ મહામારીમાં સાજા થયેલા દર્દીઓમાં એક નવા રોગના લક્ષણો જોવા મળી રહ્યા છે. આ મ્યૂકોર માઇકોસિસ નામના રોગના લક્ષણો જણાતા જામનગરના દર્દીઓ માટે આવતીકાલે સોમવારથી મેન્ટલ હોસ્પિટલ ખાતે સારવાર કેન્દ્ર શરૂ કરવામાં આવી રહ્યું છે.
જામનગર શહેર અને જિલ્લામાં કોરોના મહામારીના કહેરમાં અસંખ્ય લોકો સંક્રમિત થઇ રહ્યા છે અને દરરોજ 700 થી વધુ પોઝિટીવ કેસ નોંધાઇ છે. કોરોનાના કપરાકાળમાં આ મહામારીમાં સાજા થયેલાં દર્દીઓમાં ફૂગ ઇન્ફેક્શન(મ્યુકોર માઈકોસિસ)નું સંક્રમણ દિવસે દિવસે વધતું જોવા મળી રહ્યું છે. જેની સમયસર નિદાન અને સારવાર ના થાય તો તે પ્રાણઘાતક બની શકે છે .આ રોગમાં મુખ્યત્વે ત્રણ જાતના લક્ષણો જોવા મળે છે, જેમાં આંખ, નાક ( સાઈનસ) અને મોઢામાં ( દાંત અને પેઢા )ને લગતા લક્ષણો જોવા મળે છે . જામનગરની ગવર્મેન્ટ ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલ ખાતે આવા દર્દીઓની વહેલી તકે પ્રાથમિક નિદાન અને સારવાર થાય તે માટેનું એક સેન્ટર આવતીકાલ તારીખ 10થી તાત્કાલિક ધોરણે ચાલુ કરવામાં આવ્યું છે. આ સેન્ટર સવારે 9 થી 2 દરમ્યાન મેન્ટલ હોસ્પિટલ બિલ્ડીંગ ,વિકાસ ગૃહ રોડ, જામનગર ખાતે શરૂ કરવામાં આવશે. અને ઉપરોક્ત લક્ષણો ધરાવતા કોરોના ની બીમારીથી સાજા થયેલા તમામ દર્દીઓએ આ સેન્ટરમાં સારવાર લેવા માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular