Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરઅંધાશ્રમ આવાસ ખાલી કરવાની નોટિસ બાદ રહેવાસીઓ દ્વારા એક તરફ કોંગ્રેસને રજૂઆત,...

અંધાશ્રમ આવાસ ખાલી કરવાની નોટિસ બાદ રહેવાસીઓ દ્વારા એક તરફ કોંગ્રેસને રજૂઆત, બીજી તરફ મકાન ખાલી કરવાનો પ્રારંભ – VIDEO

- Advertisement -

જામનગરમાં જર્જરિત 1414 આવાસ વારંવારની નોટિસ છતાં ખાલી નહીં કરતા રહેવાસીઓને જામ્યુકોએ આખરી નોટિસ આપી હતી. જેને લઇ આવાસના કેટલાંક રહેવાસીઓ કોંગ્રેસના કોર્પોરેટરો સમક્ષ રજૂઆત કરવા પહોંચ્યા હતાં. જ્યારે બીજી તરફ કેટલાંક રહેવાસીઓ દ્વારા મકાન ખાલી કરવાની કાર્યવાહી પણ હાથ ધરી હતી.

- Advertisement -

જામનગરમાં અંધાશ્રમ પાસે આવેલા 1404 આવાસ યોજનાના રહેવાસીઓને જામ્યુકોના તંત્રએ જર્જરિત મકાનો ખાલી કરવા નોટિસ આપી હતી. તેમ છતાં રહેવાસીઓ તરફથી કોઇ રિસ્પોન્સ નહીં મળતા જામ્યુકો દ્વારા પાંચ દિવસમાં જર્જરિત આવાસ ખાલી કરવા તાકીદ કરી છે. ત્યારે આજરોજ આવાસના કેટલાંક રહેવાસીઓ જામ્યુકો ખાતે કોંગ્રેસના કોર્પોરટરોને રજૂઆત કરવા પહોંચ્યા હતાં. જામ્યુકોના વિરોધ પક્ષ નેતા સહિતના કોંગ્રેસના કોર્પોરેટરોને રહેવાસીઓએ આ અંગે રજૂઆત કરી હતી. જેમાં કોંગ્રેસના વિપક્ષી નેતા સહિતના કોર્પોરેટરો દ્વારા શકય તેટલી મદદની ખાતરી આપી હતી. જ્યારે બીજી તરફ આ આવાસના કેટલાંક રહેવાસીઓએ જામ્યુકોની નોટિસને ધ્યાને લઇ આવાસ ખાલી કરવા માટે તૈયારી હાથ ધરી હતી અને મકાનોમાંથી પોતાનો માલસામાન હટાવવાનો પ્રારંભ કર્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular