જામનગર શહેરમાં સાંકળા રસ્તાઓ પહોળા કરવાની કામગીરી અંતર્ગત મહાનગરપાલિકાની ટીમ દ્વારા ટીટોડી વાડીથી ઘાંચીની ખડકી સુધીનો રસ્તો 24 મીટર પહોળો કરવા માટે ડીપી કપાતમાં આવતી જમીનો પાડતોડની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
મળતી વિગત મુજબ, જામનગર શહેરમાં સાંકળા રસ્તાઓ પહોળા કરવા વિકાસ કાર્યો અંતર્ગત શહેરમાં ટીટોડીવાડીથી ઘાંચીની ખડકી તરફ જતાં રસ્તાને 24 મીટર પહોળો કરવા માટેની કામગીરી મહાપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા હાથ ધરવામાં આવી હતી. જેમાં આજે સવારે મહાનગરપાલિકાના એએમસી ભાવેશ જાની, કંટ્રોલિંગ અધિકારી મુકેશ વરણવા, એસ્ટેટ ઓફિસર નીતિન દિક્ષીત સુનિલ ભાનુશાળી સહિતના અધિકારીઓ દ્વારા 40 હજાર ફુટ જમીન ખુલ્લી કરવા માટે 20 આસામીઓના 5 થી 6 મકાન અને બાકીના વાડાઓ તોડી પાડવા જેસીબી અને બુલડોઝર સાથે પાડતોડ કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ કામગીરીમાં પોલીસવડા પ્રેમસુખ ડેલુ, ડીવાયએસપી એમ.બી. સોલંકી, પીઆઈ નિકુલસિંહ ચાવડા તથા પોલીસ સ્ટાફ સાથેના બંદોબસ્ત વચ્ચે પાડતોડ કામગીરી શરૂ કરાઈ હતી. શહેરમાં વિકાસ કાર્યો માટે સાંકળા રસ્તાઓને પહોળા કરવાની એક પછી એક કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે.