જામનગરમાં 17 જુલાઈના આવેલા વાવાઝોડારૂપી પવન અને વરસાદમાં 300 જેટલા નાના-મોટા વૃક્ષોનો સોથ વળી ગયો હતો. ત્યારે તિનબતી ગ્રુપની બેઠક પાસેના પ્લેટફોર્મના વિશાળ વૃક્ષનો પણ ભોગ લેવાયો હતો. આ વૃક્ષને જોઈને પર્યાવરણ પ્રેમી તથા ગ્રુપના સભ્યોને દુ:ખ થયું હતું. આથી તે જ ક્ષણે અંહિ ફરી એક વૃક્ષ વાવી તેને ઉછેરવાનો સંકલ્પ કર્યો હતો. મોર્ડન સ્વિટના દિનેશભાઇ પટેલ સાથે વાત કરી અને જુના વૃક્ષનું ટ્રી ગાર્ડ મંગાવી ફિરોજખાન પઠાણ નારણપર નર્સરીથી સપ્તપર્ણીનો રોપ લાવ્યા હતાં. તિનબતી ગ્રુપના ફિરોઝખાન પઠાણ, વિશ્ર્વાસ ઠકકર, જુમ્માભાઇ સફીયા, અંકૂર ગોહીલ અને પટેલ બંધુઓએ સાથી હાથ બઢાના ઉકિતને સાર્થક કરી વિસર્જન પછી નવા સર્જનને યથાર્ત કરી એક ઉદાહરણરુપ દાખલો બેસાડ્યો હતો. આ તકે જામનગર વાશીઓ તેમના ઘર કે દૂકાન પાસે પડેલા વૃક્ષોના સ્થાને ફરી સર્જન કરે તેવી અપેક્ષા અસ્થાને નથી.