Sunday, September 8, 2024
Homeરાજ્યજામનગરવલ્લભકુળમાં યજ્ઞપવિત પ્રસ્તાવ ઉત્સવ અંતર્ગત હાસ્ય કલાકારનો કાર્યક્રમ યોજાયો

વલ્લભકુળમાં યજ્ઞપવિત પ્રસ્તાવ ઉત્સવ અંતર્ગત હાસ્ય કલાકારનો કાર્યક્રમ યોજાયો

- Advertisement -

જામનગરની પુષ્ટિ સંપ્રદાય મોટીહવેલીના ગાદિપતિ પૂ.પા.ગો. 108 હરિરાયજી મહારાજના પુત્ર પૂ.પા.ગો. વલ્લભરાયજી મહોદયના દ્વિતિય આત્મજ પૂ.પા.ગો. પ્રેમાદ્રરાયજી (ચિ. પિતાંબરજી) તથા દોહિત્રા અ.સૌ. રૂચિરાજા-બેટીજી તથા અખિલેશજી ચક્રવર્તિના પુત્ર ચિ. અભિનવકુમાર અ.સૌ. નિલમરાજા-બેટીજી તથા ચંદ્રમોહનજી શર્માના પુત્ર ચિ. દક્ષકુમાર તેમજ અ.સૌ. હેમાંગીરાજા-બેટીજી તથા મનિષજી કરંજીના પુત્ર ચિ. આયુષકુમારનો શુભ યજ્ઞોપવિત પ્રસ્તાવ સં. 2079 (ગુર્જર સંવત 2078) વૈશાખ સુદ 10- તા. 11 મેના દિવસે મેહુલનગર એક્સચેન્જ રોડ પર શ્રીજી મેરેજ હોલ પાછળના મેદાનમાં જામનગર મુકામે નિર્ધારીત કરવામાં આવ્યો છે. પ્રસ્તાવના મંગલમય આયોજન સાથે મોટી હવેલી-જામનગર મુકામે બિરાજતા મહાપ્રભુજીના નિધિ ગદાધરદાસજીના સેવ્ય મદનમોહન પ્રભુના તા. 3 થી તા. 8 સુધી વિવિધ મનોરથો અને દર્શનનું સાયં 5:30 પછી આયોજન કરાયું છે. તા. 10ના રોજ કુલદેવતા સ્થાપન અને વૃધ્ધિની સભાનું 11 કલાકે આયોજન કરાયું હતું. ગઇકાલે સોમવારે રાત્રે 9:30 વાગ્યે હાસ્ય કલાકાર ગુણવંતભાઇ ચુડાસમા દ્વારા હાસ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular