ખંભાળિયા – જામનગર ધોરીમાર્ગ પર અત્રેથી આશરે ચાર કિલોમીટર દૂર એક હોટલ પાસે ગત રાત્રિના આશરે 11:30 વાગ્યાના સમયે પસાર થતા બે ટ્રક વચ્ચે ધડાકા અકસ્માત સર્જાયો હતો. આ બંને ટ્રક કોઈ કારણોસર સામસામે આવી જતા સર્જાયેલા આ અકસ્માતમાં એક વ્યક્તિને ઇજા થવા પામી હતી.
આ બનાવની જાણ થતા ઈમરજન્સી 108 સ્ટાફ તાકીદે ઘટના સ્થળે દોડી ગયો હતો અને ઘવાયેલાને સારવાર અંગેની કામગીરી કરવામાં આવી હતી સદભાગ્યે મોટી જાનહાની ટાળતા ઉપસ્થિતોએ રાહતનો દમ ખેંચ્યો હતો.