દેશભરમાં 07 ડિસેમ્બરના રોજ ‘સશસ્ત્ર સેના ધ્વજદિન’ની ઉજવણી કરવામાં આવે છે. આ ઉજવણીના ભાગરૂપે આજરોજ જિલ્લા કલેકટર ડો.સૌરભ પારઘીના અધ્યક્ષ સ્થાને બેઠકનુ આયોજન કરવામા આવ્યુ હતુ.આ પ્રસંગે જાહેર જનતાને દેશની સુરક્ષિતતા, અખંડિતતા અને માભોમની રક્ષા કાજે પોતાના પ્રાણન્યોછાવર કરનાર વિરલાઓનું ઋણ ચુકવવા અને આ દિનથી શરૂ થનાર સશસ્ત્ર સેના ધ્વજદિનની ઉજવણી સુચારૂ રીતે થાય તે માટે અધિકારીઓ/કર્મચારીઓ, શાળા, કોલેજોના પ્રિન્સીપાલો, દાતાઓ, માજી સૈનિકો તથા અન્ય મહાનુભાવોને ઉદાર હાથે પોતાનો ફાળો આપવા કલેકટરએ અપીલ કરી હતી. આ પ્રસંગે કલેકટરએ સૈનિક કલયાણ માટે પોતાનો વિશેષ ફાળો આપનારા દાતાઓને શિલ્ડ અર્પણ કરી પ્રાત્સાહિત કર્યા હતા.તેમજ દેશ માટે બલિદાન આપનારા સૈનિકો માટે મદદરૂપ થવુ એ આપણા સૌની નૈતિક ફરજ છે તેમ જણાવ્યુ હતુ.આ પ્રસંગે કમાન્ડર સંદિપ જયસવાલે સંસ્થા દ્વારા હાથ ધરવામા આવતી સૈનિક કલ્યાણની કામગીરીની વિસ્તૃત માહિતી પુરી પાડી હતી અને ફાળાની રકમ કલેકટર અને પ્રમુખ, જિલ્લા સૈનિક ક્લ્યાણ અને પુનર્વસવાટ લાલ બંગલો, જામનગર ખાતે ચેક ડ્રાફટ કે રોકડથી સ્વિકારવામાં આવે છે તેમજ વધુ વિગત માટે સૈનિક કલ્યાણ બોર્ડ જામનગરના ટે.નં 0288-2558311 પર પણ સંપર્ક કરી શકાશે તેમ જણાવ્યુ હતું.
અત્રે ઉલ્લેખનિય છે કે સશસ્ત્ર સેના ધ્વજદિનની શરૂઆત 7 ડિસેમ્બર 1949ના કેન્દ્રીયમંત્રીની રક્ષા સમીતી દ્વારા યુધ્ધમાં શહીદ થયેલા જવાનોના પરીવારના કલ્યાણાર્થે કરવામાં આવેલ અને ત્યારથી દર વર્ષે તારીખ 7 ડિસેમ્બરના રોજ ઉજવવામાંઆવતા સશસ્ત્ર સેના ધ્વજદિન બાબતે સેવારત સૈનિકો, શહીદ સૈનિકો અને દિવંગત સૈનિકોનાપરિવારો પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરવાઅને તેઓના પરિવારોના ઉત્કર્ષ અર્થે ભંડોળ એકઠુંકરવા જાહેર જનતા, ઔધોગિક એકમો, સરકારી/અર્ધ સરકારી, તથા દાતાઓનેતંત્ર દ્વારા અપીલ કરવામાં આવેલ છે. દેશ સેવાની ભાવના પ્રેરીત કરવા શૈક્ષણિકસંસ્થાઓને આ દિવસની ઉજવણી કરવા અપીલ કરી વધુમાં વધુ સશસ્ત્ર સેના ધ્વજદિન ભંડોળપેટે મળેલ ફાળાનો ઉપયોગ પૂર્વ સૈનિકો/દિવંગત સૈનિકોના ધર્મપત્નિઓ તથા શહિદસૈનિકોના પરિવારજનો/આશ્રીતોને વિવિધ યોજના હેઠળ સહાય કરવામાં આવશે.