જામનગર તાલુકાના ગાગવા ગામે આવેલી ખેતીની જમીનો નરશી રાજપાર અને ઝવેરચંદ રાજપારના સંયુક્ત ખાતે હતી અને સને-2003માં ઝવેરચંદ રાજપારનું અવસાન થયું હતું અને સને 2010માં ઝવેરચંદ રાજપારનો હક્ક કમી કરવા માટે ઝવેરચંદનું બોગસ સોગંદનામુ અને બોગસ અરજી ઉભી કરી અને તેનો સાચા તરીકે ઉપયોગ કરીને ગામ નમૂના નં. 6માં નોંધ નં. 725થી ઝવેરચંદ રાજપારનો હક્ક જતો કરવા અંગેની નોંધ દાખલ કરવામાં આવી હતી. જેની જાણ ઝવેરચંદના પુત્રી જસ્મીનાબેનને થતાં તેઓ દ્વારા વિલંબ માફ કરવાની અરજી સાથે પ્રાંતિ અધિકારી જામનગરની કોર્ટમાં અપીલ દાખલ કરવામાં આવી હતી.
જસ્મીનાબેન ઝવેરચંદ ગુઢકા વાઇફ ઓફ કેતન ગાંધીના વકીલ જામનગરના જાણીતા એડવોકેટ હેમલ ચોટાઇ તથા એડવોકેટ હિરેન એમ. ગુઢકા રોકાયા હતાં. સુનાવણી દરમિયાન વકીલ હિરેન ગુઢકાએ કરેલી રજૂઆતો ધ્યાને લઇ પ્રાંત અધિકારીની કોર્ટએ વિલંબ મારફ કરી અપીલ રજીસ્ટરે લીધી હતી. અપીલ પ્રાંત અધિકારીની કોર્ટમાં ચાલી જતાં પ્રાંત અધિકારીએ જસ્મીનાબેન ગુઢકા વાઇફ ઓફ કેતન ગાંધીની અપીલ મંજૂર કરી હતી. ઓફિસરનો નિર્ણય રદ્ કર્યો હતો.
પ્રાંત અધિકારીના અપીલના નિર્ણયની સામે જીતેન્દ્ર નરશી ગુઢકાએ કલેકટર જામનગરની કોર્ટમાં રિવિઝન દાખલ કરી હતી. જેમાં પપણ સામાવાળા જસ્મીબનાબેન વતી વકીલ હેમલ ઓટાઇ અને હિરેન ગુઢકા રોકાયા હતાં. કલેકટરની કોર્ટમાં પ્રથમ મુદ્તે જ સુનાવણીમાં સામાવાળા જસ્મીનાબેનના વકીલની ધારદાર રજૂઆતો અને દલીલો કરતાં કલેકટર દ્વારા મુદ્તે જ કેસને ઠરાવ ઉપર લેવામાં આવ્યો હતો. કલેકટરની કોર્ટે કાગળો ચકાસતા ઝવેરચંદ રાજપારના અંગુઠાના નિશાનથી અરજી કર્યાનું દર્શાવેલ હતું. તા. 20-8-2010નુ ઝવેરચંદ રાજપારના અંગુઠાના નિશાનવાળુ એક્ઝિક્યુટીવ મેજી. જામનગર ગ્રામ્ય રુબરુનું હક્ક કમી અંગેનું સોગંધનામુ રજૂ થયું હતું. પરંતુ નાયબ કલેકટર સમક્ષ અપીલમાં બૃહદ મુંબઇ મહાનગરપાલિકાનું પ્રિન્ટેડ ક્રમ નં. 1396નું તા. 14-1-04ના ઇસ્યૂ થયેલ. મુંબઇ મહાનગરપાલિકાના રાઉન્ડ સીલવાળુ મૃત્યુ નોંધણી પ્રમાણપત્ર રજૂ થયું હતું. આ પ્રમાણપત્ર ખોટુ હોવાની રિવિઝનલ અરજદાર તરફથી કોઇ સ્પષ્ટતા કરવામાં આવેલ નથી.
આ હક્ક કમીનું સોગંદનામુ બનાવટી હોવાનું પ્રાથમિક તારણમાં જાહેર થયું હતું. આમ આ કેસનો ચુકાદો સામાવાળા જસ્મીનાબેન ઝવેરચંદ ગુઢકાની તરફેણમાં આવેલ હતો. જસ્મીનાબેન તરફે વકીલ તરીકે હેમલ એચ. ચોટાઇ તથા હિરેન એમ. ગુઢકા રોકાયા હતાં.