સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્માનો એક વિડીઓ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેમાં પીએસઆઈની બદલી થતા લોકો પણ વિદાઈ આપવા પહોચ્યા હતા અને પીએસઆઈ સહીત લોકો ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા. પીએસઆઈ વિશાલ પટેલે કોરોના મહામારી દરમિયાન અને લોકડાઉન દરમિયાન લોકોની પૂરી નિષ્ઠાથી સેવા કરી હતી, જેને કારણે લોકો વચ્ચે તેઓ લોકપ્રિય બન્યા હતા.
#gujarat #sabarkantha @SPSabarkantha @BrcGuj @GujaratPolice @Hasmukhpatelips #Video
પીએસઆઈનો લોકો પ્રત્યે પ્રેમ
સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્માના પીએસઆઈ વિશાલ પટેલની બદલી થતાં ખેડબ્રહ્મા તાલુકાના લોકો સહીત પોલીસકર્મી ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા pic.twitter.com/kwau9pvmVZ
— Khabar Gujarat (@khabargujarat) November 16, 2021
બરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્માના PSI વિશાલ પટેલની બદલી થતાં ખેડબ્રહ્મા તાલુકાના લોકો તેમને વિદાઈ આપવા પહોચ્યા હતા. અને ફૂલોનો વરસાદ કરી ભારે હૈયે વિદાઈ આપી હતી જે જોઈને પીએસઆઈ પોતે પણ રડી પડ્યા હતા અને આપવા આવેલા સહકર્મીઓ અને લોકોની આંખમાં આંસુઓ છલકાયાં હતાં. જેનો વિડીઓ સામે આવ્યો છે.