જામનગર સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં છેલ્લાં ત્રણ દ્વિસથી ગાત્રો થીજવતી ઠંડી પડી રહી છે. તાપમાનનો પારો સતત ગગડી રહયો છે. અન્ય શહેરોમાં માત્ર બે દિવસમાં મહત્તમ તાપમાનનો પારો 5 ડિગ્રી ગગડી રહ્યો છે. જામનગરમાં પણ છેલ્લા 3 દિવસમાં ન્યુનત્તમ તાપમાનમાં પાંચ ડિગ્રીનો કડાકો બોલી ગયો છે. શહેરમાં આજે સવારે મોસમની સૌથી વધુ 11 ડિગ્રી ઠંડી નોંધાઇ હતી. આગામી દિવસોમાં પારો સિંગલ ડિઝીટમાં જવાની સંભાવના વ્યકત કરવામાં આવી છે. ઉત્તરભારતમાં હિમવર્ષાના કારણે હિલસ્ટેશન માઉન્ટ આબુનું તાપમાન ઝીરો ડિગ્રી પર પહોંચી ગયું છે. જને પગલે આ પર્યટક સ્થળની સુંદર વાદીઓનો આનંદ પ્રવાસીઓ માણી રહા છે.